ગોધરામાં જીજ્ઞેશ મેવાણીની ધરપકડ મુદ્દે સુત્રોચ્ચાર કરી વિરોધ
ગોધરા,ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની લોકશાહી પ્રક્રિયા અને ધારાસભ્ય તરીકે લોક પ્રતિનિધિ ના અધિકારોને અસર કરતા દુઃખદ ચિંતા પ્રેરિત બનાવતી સમગ્ર દેશ અને રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે .
અને ભારે વિરોધ થયેલ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની થયેલ ધરપકડનો સતત વિરોધ નોંધ થી આંબેડકર ચોક પાસે ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને મુક્ત કરવાની રજૂઆત અને માંગ સાથે મહામહિમ રાજ્યપાલશ્રી ને સંબોધન કરતું આવેદનપત્ર સુપ્રત કરી જીગ્નેશ મેવાણી થયેલ ધરપકડની વિરોધમાં લોકશાહીને જીવંત રાખવા માંગ કરવામાં આવેલ હતી.
જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી જિલ્લા અનુસૂચિત જાતિ ચેરમેન વકીલ રાજેશ હડીયલ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફ જિલ્લા લઘુમતી વિભાગના પ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફિકભાઈ જિલ્લા લીગલ સેલ કન્વીનર વકીલ જય ગણેશ ભાઈ રહ્યા હતા.
આ ઉપરાંત પ્રકાશ બારોટ દુષ્યંત સિંહ ચૌહાણ એમ.એન.પટેલ ગોધરા તાલુકા પ્રમુખ આર એન પટેલ ગોધરા શહેર પ્રમુખ સિદ્દીક ચલાલી વાળા મહામંત્રી ઉમેશ શાહ વકીલ આબિદ સેખ પ્રવક્તા હિમાંશુ પંડ્યા ફારૂક વોરા કમલેશ ચૌહાણ મેદા ભાઈ ગનીભાઈ ભુપેન્દ્રસિંહ ખેલ જેસન પરમાર સહિત કોંગી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરેલ હતું
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા