Western Times News

Gujarati News

સા. આફ્રિકાથી સાયન્સ સિટી આવેલા પેંગ્વિનને ફાવી ગયું અમદાવાદનું પાણી

અમદાવાદ, પુમ્બા, ટિમોન, નિમો, સ્વેન અને મુશુએ અમદાવાદના સાયન્સ સિટીની સુંદર અને શાંત એક્વેટિક ગેલેરીમાં ખુશીથી અનુકૂલન સાધી લીધું છે. પેંગ્વિન તેમના મૂડ પ્રમાણે સ્થાન બદલતા રહે છે. અહીંયા તેઓ તેમના સમયનો આનંદ લઈ રહ્યા છે. તેઓ દરરોજના આશરે ૧ હજાર લોકો માટે ગેલેરીના શોસ્ટોપર્સ છે.

આ જળચર પક્ષીઓને દક્ષિણ આફ્રિકામાં તેમના નિવાસસ્થાનથી સાયન્સ સિટીમાં ખસેડાયા તેને લગભગ છ મહિના જેટલો સમય થઈ ગયો છે. તેઓ હવે ૨૫મી એપ્રિલના રોજ ઉજવવામાં આવતા વર્લ્‌ડ પેંગ્વિન ડેના સ્ટાર્સ હશે.

સાઉથ આફ્રિકાથી સાયન્સ સિટીમાં લાવ્યા બાદ તેઓ ૪૦ દિવસ માટે ક્વોરન્ટાઈનમાં હતા. કારણ કે, આ સમયગાળો તેમના માટે નવા વાતાવારણને અનુરૂપ થવા માટે મહત્વનો હતો. પેંગ્વિન હવે લગભગ બે વર્ષના થઈ ગયા છે અને તેમનું વજન ૩.૨ કિલો છે. તેનો વિકાસ તેમના સ્વાસ્થ્યનું પ્રતિબિંબ દર્શાવે છે.

આ આફ્રિકન પેંગ્વિનને કેપ પેંગ્વિન તરીકે પણ ઓળખવામાં આવ્યા છે, જેઓ સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખત મૅકરલ અને સાર્ડીન (એક પ્રકારની માછલી) ખાય છે. તેમનું પ્રદર્શન ખાસ કરીને તેમના ટાઈમ ઝોન તેમજ ૮-૨૦ ડિગ્રી સેલ્સિયસના નિષ્ક્રિય તાપમાનને જાળવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. લાઈટિંગ સિસ્ટમ તેમના મૂળ દેશ, સાઉથ આફ્રિકા સાથે કનેક્ટેડ છે.

પેંગ્વિનનું નિયમિત માસિક મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને પાણીની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. પેંગ્વિનની હેલ્થ પર નજર રાખવા માટે તેમને ટેગ નંબર પણ આપવામાં આવ્યા છે. અગાઉ સાયન્સ સિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પેંગ્વિનો માત્ર ઠંડા વાતાવરણમાં જ જીવતાં રહી શકે છે તેવી ગેરમાન્યતા પ્રવર્તે છે. આ વાત માત્ર એન્ટાર્કટિકાની પેંગ્વિનની પ્રજાતિ માટે જ સાચી છે.

આફ્રિકાના પેંગ્વિન ટેમ્પરેચર ક્લાઈમેટમાં રહી શકે છે અને અહીં એક્વેરિયમ ખાતે અમે તેમના રહેઠાણનું તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિઅસની આસપાસનું રાખી રહ્યા છીએ. સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં લાવવામાં આવેલા પેંગ્વિનની પ્રજાતિ સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકામાં જ જાેવા મળે છે. જાેકે, તેમને કાળજી અને યોગ્ય દેખરેખ મળે તો વિશ્વના કોઈપણ ખૂણામાં ઉછેરી શકાય છે.

આફ્રિકન પેંગ્વિનની વસ્તી ઝડપથી ઘટી રહી છે અને લુપ્ત થવાનું જાેખમ તોળાઈ રહ્યું છે. ૨૦૨૬ સુધીમાં આફ્રિકન પેંગ્વિનની પ્રજાતિ લુપ્ત થઈ જશે તેવું અનુમાન છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.