ઈન્શ્યોરન્સ પોલીસી સાથે ઊંચા વળતરની લાલચ આપી વૃદ્ધ સાથે 10.50 લાખની ઠગાઈ
વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી |
અમદાવાદ : તાજેતરમાં જ એક વ્યક્તિને ઈન્સ્યોરન્સ પોલીસી લઈને તેની સામે મોટું વળતર આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરાતાં સાયબર ક્રાઈમે દિલ્હીથી આશરે પંદર જેટલાં શખ્સોની અટક કરી છે. આ કેસ ઊકેલાયાનાં ગણતરીનાં દિવસોમાં જ વસ્ત્રાપુરમાં પણ આવી જ એક ફરીયાદ બહાર આવી છે. જેમાં ઊંચા વળતરની લાલચ આપી વૃદ્ધ સાથે સાડા દસ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે.
બોડકદેવ પાછળ આવેલાં સીમાંધર ટાવર ખાતે રહેતાં માર્કડેય ઓઝા નામના વૃદ્ધ સાણંદમાં ખાનગી કંપનીં નોકરી કરે છે. બે વર્ષ અગાઉ એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સનાં કર્મચારી તરીકેની ઓળખ આપી ઊર્શવી નામની યુવતીએ પોલીસી ખરીદો તો ઊંચુ વળતર મળવાની વાત કરી હતી. ૬૦ વર્ષીય માર્કડેયભાઈ ઊર્વશીની વાતોમાં આવી ગયા હતા. અને ટુકડે ટુકડે કુલ રૂપિયા સાડા દસ લાખ ભરીને પોતાનાં તથા પોતાની પત્નીના નામે પોલીસીઓ ખરીદી હતી. ઉર્વશી તેમને વળતર આવશે એવી કહેતી રહેતી હતી.
દરમિાયન બેંકમાંથઈ કોઈ ફરીયાદ હોય તો જણાવવા માટે કહેતાં માર્કડેયભાઈએ પોતાને વળતર નહીં મળ્યું હોવાનું જણાવતાં બેંક કર્મચારીએ જુઠ બોલીને લોકોને ફસાવતી આવી ટોળકીને નોકરીમાંથઈ પાણીયું આપી દીધું હોવાનું જણાવ્યું હતું.
બાદમાં તેમની ફરીયાદ લેવાનાં બહાને શખ્સોએ પણ વિવિધ ચાર્જ પેટે તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હતા. જાકે બે વર્ષ સુધી નિરાકરણ ન આવતાં માર્કડેયભાઈને પોતાની સાથે છેતરપિંડી હોવાની જાણ થતાં તેમણે વસ્ત્રાપુર પોલીસને આ અંગે ફરીયાદ કરી છે.