Western Times News

Gujarati News

મ્યુનિ.મિલકત વેરાની આવકમાં ર૦ ટકાનો નોંધપાત્ર વધારો

સીલીંગ કે હરાજીની ધમકી વિના જ પ્રોપર્ટી ટેક્ષની આવકમાં થયેલો વધારો પ્રશંસનીય હોવાની ચર્ચા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ વિભાગને ર૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં રેકોર્ડબ્રેક આવક થઈ હતી. ચાલુ નાણાંકીય વર્ષમાં પાછલા વર્ષનો પણ રેકોર્ડ તૂટે એવી ૧૦૦ ટકા શક્યતાઓ છે.

મિલકત વેરાના નવા-જૂના લેણાની વસુલાત માટે સીલીંગ ઝુંબેશ કે હરાજી જેવી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તેમ છતાં મિલકત વેરાની આવકમાં લગભગ ર૦ ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે નવરાત્રીના તહેવાર બાદ વ્હીકલ ટેક્ષની આવકની ખોટમાં પણ ખાડો પૂરાઈ રહ્યો છે. રાજ્ય સરકારે પ્રોફેશ્નલ ટેક્ષ માટે રીબેટ યોજના જાહેર કરી હોવા છતાં આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગત વર્ષની કુલ આવક સામે ૭પ ટકા આવક થઈ

મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષની કામગીરી અને આવકમાં નોંધપાત્ર સુધારો જાવા મળી રહ્યો છો. ર૦૧૮-૧૯ ના પૂર્ણ થયેલ નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે રૂ.૯પ૧ કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ વર્ષના સાડા છ મહિનામાં જ મિલકત વેરાની આવક રૂ.૭૦૩ કરોડ થઈ છે. ગત વર્ષની કુલ આવકના લગભગ ૭પ ટકા આવક તંત્રને થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે રૂ.૧૦પ૦ કરોડની આવક થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

પરંતુ હાલ જે રીતે ટેક્ષ રીકવરી થઈ રહી છે તે જાતાં અંદાજે રૂ.૧પ૦ કરોડનો વધારો થઈ શકે છે. મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ વિભાગને એેડવાન્સ ટેક્ષ રીબેટ યોજનામાં રૂ.૪ર૬.૮૯ કરોડની આવક થઈ હતી. ગત વરસે એડવાન્સ ટેક્ષ યોજનામાં રૂ.૩૬૭.૩૦ કરોડની આવક થઈહ તી. પૂર્ણ થયેલ નાણાંકીય વર્ષમાં ૧૬ ઓક્ટોબર સુધી મિલકત વેરા પેટે રૂ.પ૮૮.૦પ કરોડની આવક સામે ચાલુ નાણાંકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન રૂ.૭૦ર.૪પ કરોડની આવક થઈ છે. જે ગત વર્ષની સરખામણીમાં રૂ.૧૧૪.૪૦ કરોડ વધુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનને મધ્ય ઝોનમાં રૂ.૧૦૮.૩૮ કરોડ, ઉત્તર ઝોનમાં રૂ.૩૭.૦૭ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂ.૩૯.૬૮ કરોડ, પૂર્વ ઝોનમાં રૂ.૮૭.૬૬ કરોડ,પશ્ચિમ ઝોનમાં રૂ.ર૦૩.૯૮ કરોડ, ઉતર-પશ્ચિમ ઝોનમાં રૂ.૧ર૯.૪૬ કરોડ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂ.૧૦ર.રર કરોડની આવક થઈ છે.

જે ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ચતુર્વર્ષીય આકારણીનું કામ ચાલી રહ્યુ હોવાથી હજી ટેક્ષ બીલ ઈસ્યુ થયા નથી.તેથી ગત વર્ષની સરખામણીમાં આવકમાં ઘટાડો થયો છે.  મ્યુનિસિપલ કમિશ્નરે રીબેટ અને ખાલીબંધ યોજના બંધ કરી હોવા છતાં પ્રોપર્ટી ટેક્ષનીઅ ાવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

ટેક્ષની જુની ફોર્મ્યુલાના બાકી લેણાની વસુલાત માટે રીબેટ યોજના જરૂરી છે એવી જ રીતે ખાલીબંધ યોજનાની પડતર ૧પ હજાર ફાઈલોનો નિકાલ થાય તો પણ વેરા તંત્રને મોટી આવક મળી શકે છે. ગત વરસે દિવાળી પહેલાં જ સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેનો વ્યાપક વિરોધ થયો હતો. તેથી ચાલુ વર્ષે દિવાળી બાદ સીલીંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે.

સીલીંગ કરતા પહેલાં કરદાતાને નોટીસ આપી ૧પ દિવસનો સમય આપવામાં આવશે. ત્યારબાદ જ કડક કાર્યવાહી કરવામં આવશે. મ્યુનિસિપલ કમિશ્નરે મોટા દેવાદારોની મિલકતો હરાજી કરવા માટે જે નિર્ણય કર્યો હતો તે બુમરેણ સાબિત થયો છે. તેથી ચાલુ વર્ષે  શક્ય એટલી વધુ રીકવરી કરવા તરફ ધ્યાન આપવામાં આવશે.

રાજ્ય સરકારે રીબેટ યોજના જાહેર કરી હોવા છતાં પ્રોફેશ્નલ ટેક્ષની આવકમાં નોંધપાત્ર વધારો થયો નથી. ગત નાણાંકીય વર્ષમાં પ્રોફેશ્નલ ટેક્ષ પેટે રૂ.૧૭૪.૩૪ કરોડની આવક થઈહ તી. જેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૬મી ઓક્ટોબર સુધી રૂ.૧૧ર.૭૧ કરોડની આવક થઈ છે.

જે ગત વર્ષની કુલ આવકના ૬પ ટકા છે. જ્યારે વૈશ્વિક મંદીની અસર વ્હીકલ ટેક્ષ વિભાગને પણ થઈ છે. વ્હીકલ ટેક્ષની આવકમાં ૧૦ ટકાનો ધરખમ ઘટાડો થયો છે. ર૦૧૮-૧૯ ના વર્ષમાં વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૯૧.૮૬ કરોડની આવક થઈ હતી. જ્યારે ૧૬ ઓક્ટોબર ર૦૧૯ સુધી વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૪૪.પપ કરોડની આવક થઈ છે.

ગત વર્ષની સરખામણીમાં આ જ સમયગાળા દરમ્યાન વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૪૯.રપ કરોડની આવક થઈ હતી. ર૦૧૯-ર૦ ના પ્રથમ ત્રિમાસિકમાં વ્હીકલ ટેક્ષની આવકમાં ૧પ ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ તહેવારોમાં વાહનોની મોટી સંખ્યામાં ખરીદી થઈ હોવાથી પાંચ ટકાની રીકવરી થઈ છે.

ર૦૧૮-૧૯માં પ્રોપર્ટી, પ્રોફશ્નલ અને વ્હીકલ ટેક્ષ પેટે કુલ રૂ.૧ર૧૭.પ૧ કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ વર્ષે ૧૬ ઓક્ટોબર સુધી રૂ.૮પ૯.૭૧ કરોડની આવક થઈ છે. જે ગત વર્ષના ૭૧ ટકા છે. પ્રોપર્ટીટેક્ષની આવકમાં થઈ રહેલા જબરજસ્ત વસુલાતના પગલે કમિશ્નર દ્વારા રીવાઈઝડ બજેટમાં રૂ.૧પ૦ કરોડ સુધીનો વધારો સુચવવામાં આવી શકે તેમ છે એવું નિષ્ણાંતો માની રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.