Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ઉપક્રમે ચાંપાનેર મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

હાલોલ,સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે આવેલા ચાંપાનેર ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ઉપક્રમે ચાંપાનેર મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત પંચમહાલ જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને જિલ્લા સહિત તાલુકાના અધિકારીઓ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે દ્વારા દિપ પ્રાગટ્ય કરી ચાંપાનેર મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો જેમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના બેનર હેઠળ ગુજરાતના જાણીતા અને જાનદાર અભિનેતા હિતેન કુમાર સહિત  વિશ્વ ખ્યાતી પ્રાપ્ત ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક ફરીદા મીર અને ઓસમાન મીરે પોતાના સુમધુર કંઠે ગીત-સંગીતની સુરાવલીઓ રેલાવતા ઉપસ્થિત જનમેદની તેઓના ગીત-સંગીતના તાલે ઝૂમી ઉઠી હતી.

અને મહાકાળી માતાના ગરબા અને ભજન સહિતની ગીત-સંગીતની  અદ્દભુત પ્રસ્તુતિ ફરીદા મીર અને ઓસમાન મીરે પોતાના સુમધુર કંઠે કરતાં ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ  થઈ આફરીન પોકારી ઉઠી હતી

અને  માતાજીના જય કારા સાથે બન્ને કલાકારોની કલાને તાળીઓના ગડગડાટ થી વધાવી લીધી હતી.

આ પ્રસંગે હાલોલ શહેર અને તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારો કાર્યકરો સહિત વિવિધ સરકારી અધિકારી અને કર્મચારીઓ તેમજ હાલોલ પાવાગઢના ગીત સંગીત પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.