Western Times News

Gujarati News

ધારાસભ્યોએ સ્ટ્રીટ લાઈટ માટેે ત્રણ વર્ષમાં માત્ર ૧.રપ કરોડ ફાળવ્યા!!

પ્રતિકાત્મક

અંધકાર દૂર કરવા માટે બે સાંસદોનો શૂન્ય ફાળો!!

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ૧૯ર કોર્પોરેટર, ૧૬ ધારાસભ્યો અને ૦ર સાસંદ સભ્યો છે. પરતુ જ્યારે પ્રજાકીય કામોની વાત આવે છે ત્યારે બજેટ ફાળવવાની તમામ જવાબદારી માત્રને માત્ર કોર્પોરેટરોના જ શીરે હોય એમ લાગે છે. ધારાસભ્યો અને સાંસદ સભ્યો દ્વારા પણ બજેટ આપવામાં આવે છે. પરંતુ બજેટ રકમ અપૂરતી હોવાની ચર્ચા  હંમેશા થતી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનને જનભાગીદારી યોજનામાં મંજુરી આપ્યા બાદ ધારાસભ્યોની ગ્રાંટનો મોટો હિસ્સો ખાનગી સોસાયટીના રહીશો માટે ખર્ચ થઈ રહ્યો છે. જ્યારેે અંતરિયાળ વિસ્તારના અંધકારને દૂર કરવા માટે ખુબ જ ઓછી રકમ આપવામાં આવે છે. શહેરમાં સમાવિષ્ઠ નવા વિસ્તારો કે પછી મેઈન ટી.પી. રોડ પર સ્ટ્રીટ લાઈટ પોલ નાંખવા માટે ધારાસભ્યો ઓછી રકમ ફાળવી રહ્યા છે. જ્યારે શહેરના બે સાંસદોએ છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ જ રકમ ફાળવી નથી.

સ્માર્ટ સીટીના વિકાસની સાથે સાથે સ્ટ્રીટ લાઈટોની ગુણવત્તા અને ટેકનીકમાં પણ વિકાસ થતો રહ્યો છે. વીજળીના સારા બલ્બથી શરૂ થયેેલ સફર હાલ એલઈડી લાઈટો સુધી પહંચી ગઈ છે. જેમાં પણ સતત અપગ્રેડ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. એક અંદાજ મુજબ શહેરમાં બે લાખ જેટલી સ્ટ્રીટ લાઈટો છે. મ્યુનિસિપલ લાઈટ વિભાગ દ્વારા નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માં રૂા.રર કરોડ અને ર૦ર૧-રરમાં રૂા.૧૪ રોડના ખર્ચથી નવા પોલ નાંખવામાંઅ ાવ્યા છે.

જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં સ્ટ્રીટલાઈટ માટે ર૦૧૯-ર૦માં રૂા.૩૧.પ૪ કરોડ, ર૦ર૦-ર૧માં રૂા.૩૩ કરોડ તથા ર૦ર૧-રર માં રૂા.૪૦.પપ કરોડ ફાળવવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ ઉપરાંત કોર્પોરેટર, ધારાસભ્યો અને સાંસદોની ગ્રાંટ પણ સ્ટ્રીટલાઈટ માટે ખર્ચ થાય છે. પરંતુ દુઃખદ બાબત એ છે કે ચૂૃટાયેલી પાંખ દ્વારા સ્ટ્રીટલાઈટ માટે અત્યંત નજીવી રકમ જ આપવામાં આવે છે.

મ્યુનિસિપલ લાઈટ વિભાગના સુત્રોએ જણાવ્યા અનુસાર ર૦૧૯ થી ર૦રર સુધી છેલ્લા ત્રણ વર્ષમાં ૧૯ર કોર્પોરેટરોએે સ્ટ્રીટ લાઈટ માટે માત્ર રૂા.૧૧ કરોડ ફાળવ્યા હતા. ર૦૧૯-ર૦માં રૂા.૪.૧૩ કરોડ, ર૦ર૦-ર૧માં રૂા.૩.ર૮ કરોડ, તથા ર૦ર૧-રર માં કોર્પોરેટરોએ રૂા.ર.પ૮ કરોડનું બજેટ આપ્ય હતુ.

જ્યારે શહેરના ધારાસભ્યોએ પણ વર્ષમાં સ્ટ્રીટલાઈટ માટે માત્રને માત્ર ૧.ર૪ કરોડનું જ બજેટ આપ્યુ છે. જ્યારે બે સાંસદોએ ર૦૧૯ થી ર૦રર સુધીમાં સ્ટ્રીટલાઈટો માટે કોઈ જ રકમ આપી નથી!!

સંસદસભ્યો ટી.પી. રોડ ઉપર સ્ટ્રીટલાઈટ માટે બજેટ ફાળવી શકે છે. જનભાગીદારી યોજનામાં તેઓ બજેટ આપી શકતા નથી. લાઈટ ખાતા દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૬૯.૩ર કી.મી., દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પ૮.૧ર, પશ્ચિમ ઝોન રર.પ, ઉતર ઝોનમાં ર૪, મધ્ય ઝોનમાં ૩.પ, પૂર્વ ઝોનમાં ૪૩.રર તેમજ દક્ષિણ ઝોનમાં ૧૧૧.૬ર કિલોમીટર ઝોનવાઈઝ નવા રોડ પર લાઈટો નાંખવામાં આવી છે.

મ્યુનિસિપલ લાઈટ ખાતા દ્વારા દર વર્ષે રૂા.ર૦ થી રર કરોડની નવી લાઈટો નાંખવા માટે ખર્ચ કરાય છે. તેમ છતાં મ્યુનિસિપલ હદમાં સમાવિષ્ઠ નવા વિસ્તારોમાં હજુ પણ સ્ટ્રીટ લાઈટનો અભાવ જાેવા મળે છે. તદુપરાંત અંતરીયાળ વિસ્તારોમાં અંધકાર લગભગ કાયમી બની ગયો છે.

જે દિશામાં તંત્ર કે શાસકો દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નથી. તેવી જ રીતે જુના પોલના સ્થાને નવા પોલ નાંખવામાં આવેે છે ત્યારે જૂના પોલ અને ફીટીંગ્સનો ક્યાં અને કેવી રીતે વહીવટ થાય છે તે બાબત લગભગ અધ્યાહાર -ગુપ્ત જ રહે છે.

શહેરના એલઈડી ફીટીંગ્સ નાંખવામાં આવ્યા તે સમયે પોલની સાઈઝમાં વધઘટ થઈ હોવાથી પોલ પણ બદલવામાં આવ્યા હતા. તેવી રીતેે જનમાર્ગ કોરીડોર માટે વિઘ્નરૂપ સ્ટ્રીટલાઈટો દૂર કરવામાં આવી હતી. આ તમામ ફીટીંગ્સ અને પોલના હિસાબ હજુ સુધી સાર્વજનિક થયા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.