Western Times News

Gujarati News

કચ્છના દરિયામાંથી ૨૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કરાંચીથી અલહજ નામની બોટ આવતી હતી, જેની તપાસ કરવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે ૯ આરોપીની ધરપકડ કરાઈ

અમદાવાદ, ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત છ્‌જી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે મેગા ઓપરશન કરીને ૨૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. પાકિસ્તાનથી આવતી બોટમાંથી ૫૬ કિલો ડ્રગ્ઝ ઝડપાયું છે. કોસ્ટગાર્ડ અને ગુજરાત છ્‌જીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. જેમાં નાપાક પાકિસ્તાનની સૌથી મોટી પોલ ખુલી છે.

પાકિસ્તાનથી આવતા ડ્રગ્સના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસે મોટી કાર્યવાહી કરતા ૨૮૦ કરોડ રૂપિયાની કિંમતનું ૫૬ કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે. ભારતીય કોસ્ટગાર્ડની મદદથી મોટું ઓપરેશન પાર પાડ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કરાંચીથી અલહજ નામની બોટ આવતી હતી, જેની તપાસ કરવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે ૯ આરોપીની ધરપકડ કરાઈ છે. બોટમાં હેરોઇન હોવાની માહિતી મળી હતી. આંતરરાષ્ટ્રીય જળ સીમા કચ્છ પાસેથી ફરી ડ્રગ્સ જપ્ત કરાતા પોલીસ તંત્ર સાબદુ થઈ ગયુ છે. યુવાનોને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

આ પહેલીવાર નથી કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયુ છે. આ સિવાય કચ્છના દરિયે તથા ગુજરાતના અનેક શહેરોમાં નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સ ઘૂસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસે બે દિવસ પહેલા વડોદરામાંથી રૂ. ૭ લાખથી વધુનું ડ્રગ્સ ઝડપી લીધું હતું.

આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ ઉપરથી પણ ૬૦ કરોડનું ડ્રગ્સ માર્ચ મહિનામાં પકડી લેવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં અરબી સમુગ્રમાંથી ૮૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે નવેમ્બર ૨૦૨૧માં મોરબીમાંથી રૂ. ૬૦૦ કરોડનું, દ્વારકામાંથી કરોડોની કિંમતનું ૬૫ કિલો અને સુરતમાંથી છ લાખનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું.

ઓક્ટોબર મહિનામાં અમદાવાદ, સાબરકાંઠા અને બનાસકાંઠામાંથી ૨૫ લાકથી વધુની કિંમતનો માદક દ્રવ્યોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં બનાસકાંઠામાંથી ૨૬ લાખનું, સુરતમાં ૧૦ લાખનું, પોરબંદરના દરિયામાંથી ૧૫૦ કરોડનું અને કચ્છના મુદ્રા પોર્ટ પરથી ૩ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.

આમ ડ્રગ્સ માફિયાઓની સામે ગુજરાત પોલીસ, કોર્ડગાર્ડ અને એનસીબી સહિતની એજન્સીઓએ ગાળિયો કસ્યો છે. મોટાભાગના ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી સામે આવી છે. ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે વધુ એકવાર ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સક્રિય બનતા ડ્રગ્સ માફિયાઓ ભંગાર અને અન્ય વસ્તુઓની આડમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યાંનું ખૂલ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.