Western Times News

Gujarati News

ભરૂચના વહેપારીનું અપહરણ કરી લુંટ ચલાવનાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  ભરૂચની નર્મદા ચોકડીથી જીપ્સમના વેપારીનું અપહરણ કરી ૧૫ લાખ ઉપરાંતની લૂંટને અંજામ આપનાર ગેંગનો મુખ્યા ભીમસિંગ ઉર્ફે ભીમાને ભરૂચ પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડયો છે.ભીમાને રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં હરિયાણાના કુખ્યાત આરોપીઓ સાથે ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ભરૂચ અને સુરતમાં જીપ્સમનો વેપાર કરતા અપૂર્વ શાહને છેલ્લા નવ માસથી મિત્ર બનેલ ભીમસિંગ ઉર્ફે ભીમા દ્વારા વડોદરા ખાતે સારી ક્વોલિટીનું જીપ્સમ અપાવવા લઈ જવાની વાત કરી અપુર્વને તેના સાગરિતો સાથે નર્મદા ચોકડીથી કાર મા લઈ જઈ પોર નજીક જંગલ ઝાડીવાળા વિસ્તારમાં અપુર્વ શાહનું ભીમા એન્ડ ગેંગના સભ્યોએ બંદૂક પેટ પર મૂકી,

હવામાં ફાયરીંગ કરી અપુર્વ અને તેના પરિવારને જાનથી મારવાની ધમકીઓ આપી તેણે પહેરેલા સોનાનાં ઘરેણાં ની લૂંટ કરી તેની પાસે તેના અન્ય વેપારી મિત્રોને ફોન કરાવી તેને રૂપિયાની જરુર છે તેમ જણાવી ભીમા ગેંગના માણસો એ અલગ – અલગ સ્થળે જઈ ૧૫ લાખથી વધુ ની મત્તા લઈ અપુર્વને કપડા વડે તેની જ ગાડીમાં બાંધી દઈ

૧૫ લાખથી વધુ ની મત્તા લઈ ફરાર થઈ ગયા હતાં.ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે અપુર્વ શાહે આ અંગે ફરીયાદ આપતા પોલીસે અપહરણ,લૂંટ સહિતની કલમો લગાવી ભીમા ગેંગ સામે ગુનો દાખલ કર્યો હતો . જે બાદ ગણતરીના જ દિવસોમાં પોલીસે લૂંટની ઘટનાને અંજામ આપનાર ભીમસિંગ સોરેન ઉર્ફે ભીમો માનસિંગ ચોરાન રહે,શિવાની જીલ્લો ભિવાની હરિયાણા ને રાજસ્થાનના ચુરૂ ખાતેથી ઝડપી પાડી

લૂંટની ઘટનાને અંજામ આપનાર અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસની તપાસમા ભીમો અંક્લેશ્વર ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો પૈસાની જરૂરીયાત ઉભી થતા હરીયાણા આઝાદસીંગ નામના ગુનેગારને વાત કરેલ કે એક પાર્ટી છે જે આસાનીથી ચાલીસ થી પચાસ લાખ રૂપીય આપી દેશે તે પાર્ટી મારા ભરોસામાં છે

હું કઈશ ત્યાં મારી સાથે આવશે તું તારી ગેંગના સાગરીતોને લઈ ગુજરાત આવજે આપણે તેનું અપહરણ કરી તેને ડરાવી ધમકાવી પૈસા કઢાવીશું.આથી આઝાદસીંગ પોતાની સાથે અમિત ઉર્ફે મીતા, પ્રકાશ,ડરીયા ઉર્ફે વિજય તેમજ રાધેને સાથે પોતાની બોલેરો ગાડી લઈ અંક્લેશ્વર આવેલ અને અંક્લેશ્વરમાં આ વેપારીને કઈ રીતે અપહરણ કરવું તેની પ્લાનીંગ બનાવેલ. આ ચકચારી ગુનાના બનાવ મા ભીમાં બાદ અન્ય આરોપીઓ ક્યારે પોલીસની પકડ મા આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.