Western Times News

Gujarati News

લાભી ગામમા રખડતા બિમાર બકરાની સારવાર કરતી એનિમલ એમ્બ્યુલન્સ સેવા

શહેરા, પંચમહાલ જીલ્લાના લાભી ગામમાં ફરતો એક બકરો બિમાર અવસ્થામાં જોવા મળતા સ્થાનિક લોકોએ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ હેલ્પલાઇન સેવાને જાણ કરી હતી.જેમા ડોકટરની ટીમ આવીને સારવાર કરી હતી.

અબોલ મૂંગાપશૂઓની તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરુણા અભિયાન હેઠળ એમ્બ્યુલન્સ સેવા અમલી બની છે.પંચમહાલ જીલ્લામાં પણ આ  ઇમરજન્સી સેવા આર્શિવાદ રૂપ બની છે.શહેરા તાલૂકાના લાભી ગામે  એક બકરો બિમાર અવસ્થામાં ફરતો રોડ પણ પડી ગયો હતો.તે ઉભો પણ થઈ શકતો ન હતો.

આથી સ્થાનિક પત્રકાર  વિજયસિંહ સોલંકીને ધ્યાનમાં આવતા તેમને કરુણા હેલ્પલાઇન ૧૯૬૨ પર કોલ કરીને અબોલ બકરાની પરિસ્થિતી જણાવી હતી.આથી તાત્કાલિક ગોધરા ખાતે કાર્યરત કરુણા હેલ્પલાઈન અમ્બ્યુલન્સ લાભી ગામે  આવી પહોચી હતી.અને ડોકટરની ટીમે બિમાર બકરાને દવાઓના ઇન્જેકશન આપીને સારવાર કરી હત.ટીમનો પણ આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.