બાળપણમાં ડાન્સમાં ઘણી બધી રાજ્ય સ્તરની સ્પર્ધાઓ જીતી છેઃ શુભાંગી અત્રે
ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રે (અંગૂરી ભાભી) કહે છે, “હું બાળપણથી ડાન્સમાં છું અને ઘણી બધી રાજ્ય સ્તરીય સ્પર્ધાઓ જીતી છે. મારા ઘણા બધા અભિનયના પ્રોજેક્ટો મારી ડાન્સિંગની શક્તિને કારણે સાકાર થયા છે.
દર વર્ષે 29 એપ્રિલે ઈન્ટરનેશનલ ડાન્સ ડે મનાવવામાં આવે છે. કળા સ્વરૂપની આ યુનિવર્સિટીમાં તેનાં મૂલ્યો આલેખિત કરવા આ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે.
મારી પુત્રીને પણ ડાન્સ માટે બહુ લગની હોવાથી મને ખુશી છે અને હું અમુક કથ્થકનાં સ્ટેપ્સ તેને શીખવવા શક્ય તેટલો સમય તેની સાથે વિતાવું છું. ડાન્સ મને માનસિક શાંતિ અને આશાવાદ આપે છે અને હું તે મનઃપૂર્વક માણું છું.
આ આંતરરાષ્ટ્રીય ડાન્સ દિવસે હુંદરેકને આ સુંદર કળા સ્વરૂપને અપનાવવા અને તમારો તાણ અને ચિંતાઓ દૂર થાય તે રીતે ડાન્સ કરવા અનુરોધ કરું છું.”