Western Times News

Gujarati News

હીરાના ભાવો કેરટે ૧૦થી ૧૫ હજાર રૂપિયા તૂટ્યા

પ્રતિકાત્મક

હીરાના ભાવ ન મળતાં વેપારીઓએ વેચાણ બંધ કર્યું

(એજન્સી)સુરત, હાલ સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યુ હોય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. હીરાના ધંધા સાથે સંકળાયેલા દિનેશભાઈ ગુજરાતીએ જણાવ્યું હતું કે, હાલમાં હિરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ દેખાઇ રહ્યો છે. આંતરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઘટી રહી છે.

આ સાથે તૈયાર હીરાના ભાવો કેરટે ૧૦થી ૧૫ હજાર રૂપિયા તૂટી રહ્યા છે જેને લઈને કારખાનેદારો ને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. જેને લઈને પ્રોડક્શન પર કાપ મૂકવામાં આવ્યું છે. કારીગરો ના પગાર, લાઈટ બિલ મેન્ટેનન્સ ચૂકવવું પોષાય તેમ નથી જેને લઈને કેટલાક નાના ઉદ્યોગકારોએ અઠવાડિયાનું મિનિ વેકેશન જાહેર કર્યું છે.

મોટા ઉદ્યોગકારોએ કામના કલાકો ઘટાડયા છે. તૈયાર હીરાના સારા ભાવ નહીં મળતાં અને હોલ્ડિંગ કેપેસિટી હોય તેવી હીરા ફેક્ટરીઓના સંચાલકોએ કામના કલાક ઘટાડી દીધા છે. આ સાથે અમુક નાના યુનિટોએ ૭થી ૧૦ દિવસનું વેકેશન પણ જાહેર કરી દીધું છે.

છેલ્લાં દોઢ-બે વર્ષથી ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જાેવા મળ્યો હતો, પરંતુ હાલ તેના પર બ્રેક લાગી છે. ઊંચી કિંમતે રફની ખરીદી કરી લીધા બાદ હવે તૈયાર હીરાના સમકક્ષ ભાવ ન મળતાં વેપારીઓ નુકસાન જવાના ભયથી વેચાણ કરતા નથી. બીજી તરફ હોલ્ડિંગ કેપેસિટી ઓછી હોવાથી હીરા વેપારીઓ પણ હવે પ્રોડક્શન પર બ્રેક મારી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.