Western Times News

Gujarati News

જયંત ભાવસાર દ્વારા જન્મ દિવસ ની ઉજવણી કંંઇક આવી રીતે થઈ

જન્મ દિવસ ની ઉજવણી જયંત ભાવસાર દ્વારા ૧૦ છોડ સીનીયર સીટીઝન પાર્ક માં વાવ્યા

અમદાવાદ ના વાડજ વિસ્તારમાં રહેતા જયંત ભાવસાર પોતાનો જન્મદિવસ ઉજવશે ૬૦ છોડ સમગ્ર વર્ષ દરમિયાન માં વાવશે.સૌ પ્રથમ સીનીયર સીટીઝન પાર્ક ભીમજી પુરા પાસે ગાર્ડન ૧૦ છોડ વાવ્યા હતા અને બીજા ૫૦ છોડ ચોમાસામાં વરસાદ આવે પછી લગાવવામાં આવશે.

છેલ્લા ૩૦ વર્ષ થી અલગ અલગ જગ્યાએ છોડ વાવવા ની શરૂઆત કરી હતી ધણા અત્યારે ૫૦ ફુટ થી મોટા ઝાડ બની ગયા છે જીવનમાં એક ધ્યેય નક્કી કર્યું હતું અમદાવાદ ની ૪૫ ડીગ્રી જોઈને એક છોડ દર વર્ષે જન્મ દિવસ અને લગ્ન દિવસે વાવવા ની શરૂઆત કરી હતી.આજે ધર પાસે જ ૩૫ થી વધુ વૃક્ષ બની ગયા છે સૌથી વધુ ત્યારે આનંદ આવે છે.

જ્યારે ભરબપોરે રીક્ષા ચાલક ફેરીયા સેલ્સમેન ઝાડ નીચે તડકામાં ઉભા રહેતા હતા. જ્યારે ચોમાસામાં વરસાદ જોરદાર પડે અચાનક આવે લોકો તુરંત ઝાડ નીચે ઉભા રહી જતાં હતાં.લોકોને છાંયડો જોઈએ છે વરસાદમાં પલડવા થી બચવું છે પણ એક ઝાડ વાવવા ની શરૂઆત કરતાં નથી દરેક ચાર રસ્તા પાસે સીગનલ બંધ હોય ત્યારે ટુ વ્હીલર છાંયડો હોય ત્યાં ઉભા રહે છે

પણ છોડ વાવવા આગળ આવતા નથી.જયંત ભાવસાર દ્વારા અત્યાર સુધી માં વાવેલ છોડ ૫૦૦ થી વધુ વૃક્ષ બની ધણા લોકો ને ઠંડક આપે છે. દરેક ને પ્રેરણા આપવા લોકો માં પર્યાવરણની સુરક્ષા કરવા માટે છોડ વાવવા જોઇએ.જયારે સ્કુલ માં ભણતા હતા ત્યારે ગુજરાત વિદ્યાપીઠ પાસેના મોટી સંખ્યામાં ઝાડ ને કારણે વાતાવરણમાં ૩/૪ ડીગ્રી નો ફરક પડતો હતો.

આ જોઈને વિચાર આવ્યો કે આપણે પણ ધર આસપાસ છોડ વાવીએ તો કેવું અને તેનું પરિણામ નજર સમક્ષ છે સાંજે ખુબજ સરસ ઠંડા પવનો ને કારણે રહેવા ની મજા આવે છે સમાજમાં જાગૃતિ લાવવા માટે નાનપણથી અને સ્કુલ માં દરેક શિક્ષક જો છોડ છે વાવે વધુ તેને બાળક ને સન્માન કરવામાં આવશે તો બાળક નહીં તેના માતાપિતા પણ આમાં સહયોગ આપશે.

ફક્ત બેસી રહેવાથી અને એસી ઓફિસમાં બેસી કહેવાનું આજે બહુ ગરમી છે તેનાથી ગરમી ઓછી નહીં થાય નક્કર પરિણામ માટે દરેક લોકો જાગૃત થશે તો આવનાર પેઢી માટે ૫/૧૦ ડીગ્રી તાપમાન માં ફરક આવશે વરસાદ વધુ આવશે લોકો નું જીવન ધોરણ પણ ઉંચુ આવશે. જળ એ જીવન છે અને વૃક્ષ એ જીવન ધોરણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.