વહુ સારી છે, ઘણી સારી છે નીતુએ સવાલનો જવાબ આપ્યો
મુંબઈ, તાજેતરમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી નીતૂ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલા રહે છે. તાજેતરમાં જ તેમના દીકરા રણબીર કપૂરના લગ્ન વખતે પણ તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. લગ્ન સમયે પણ તેઓ મીડિયા સાથે વાતચીત કરતા હતા.
નીતૂ કપૂર જ્યારે પણ જાેવા મળતા હતા મીડિયાના લોકો તેમને એક જ પ્રશ્ન પૂછતા હતા કે લગ્ન ક્યારે છે, ક્યાં છે, વગેરે. જાે કે નીતૂ કપૂર હંમેશા હસીને આ વાત ટાળી દેતા હતા અને તેમણે લગ્નની તારીખનો ખુલાસો નહોતો કર્યો.
હવે જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થઈ ગયા છે ત્યારે ફોટોગ્રાફર્સ તેમને વહુ આલિયાને લગતા પ્રશ્નો પૂછે છે. નીતૂ કપૂર અત્યારે પોતાની ફિલ્મની સાથે સાથે રિયાલિટી શૉના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. શોના સેટ પર નીતૂ કપૂર જાેવા મળ્યા તો તરત ફોટોગ્રાફર્સ ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું કે- વહુ કેવી છે? આ સવાલ પર નીતૂ કપૂરે જવાબ આપ્યો કે- વહુ સારી છે, ઘણી સારી છે.
ઉલ્લેખનીય છે કે રણબીર અને આલિયાના લગ્નના એક દિવસ પહેલા તેમના ઘરે પ્રીવેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું. તે સમયે પણ જ્યારે ફંક્શન પછી ફોટોગ્રાફર્સે નીતૂ કપૂરને આલિયા વિશે પ્રશ્ન કર્યો હતો તો તેમણે કહ્યું કે, આલિયા વિશે હું શું કહુ, તે બેસ્ટ છે. સાથે ઉભેલી રણબીર કપૂરની બહેન રિદ્ધિમાએ પણ કહ્યુ હતું કે, આલિયા ઘણી ક્યુટ છે, તે બેબી ડોલ જેવી છે.
ઉલ્લેખનીય છે કે નીતૂ કપૂર ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ દિવાને જૂનિયરના જજ છે. શૉના સેટ પરથી પણ ઘણાં વીડિયો સામે આવે છે, જેમાં જાેઈ શકાય છે કે તેઓ પોતાના કામને એન્જાેય કરી રહ્યા છે. એક એપિસોડમાં કરણ કુન્દ્રાએ નીતૂ કપૂરને પૂછ્યુ હતું કે ઘરમાં કોનું રાજ ચાલે છે, તો નીતૂ કપૂરે કહ્યુ હતું કે, હું ઈચ્છુ છું કે ઘરમાં માત્ર અને માત્ર આલિયાનું રાજ ચાલે.
તેમનો આ વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. આ સિવાય વર્ક ફ્રંટની વાત કરીએ તો ડાન્સ રિયાલિટી શૉની સાથે સાથે નીતૂ કપૂર ફિલ્મ જુગ જુગ જિયો માટે પણ ચર્ચામાં છે.
આ ફિલ્મમાં તેમની સાથે વરુણ ધવન, કિયારા અડવાણી, મનીષ પૉલ સિવાય અનિલ કપૂર અને પ્રાજક્તા કોહલી પણ જાેવા મળશે. પ્રાપ્ત જાણકારી અનુસાર ફિલ્મ ૨૪ જૂન ૨૦૨૨ના રોજ રીલિઝ થવાની છે.SSS