Western Times News

Gujarati News

દસ લાખ ઉપરાંતની રકમ જમા કરાવ્યા બાદ પણ NOC માટે ધક્કા ખાતો ડાભાનો પરિવાર.

(વિરલ રાણા) ભરૂચ,જંબુસર તાલુકાના ડાભા ગામના હંસાબેન પરમારે પોસ્ટમાં ભરપાઈ કરવાના દસ લાખ ઉપરાંતની રકમ જમા કરાવવા છતાય એનઓસી લેટર માટે પોસ્ટ અધિકારીઓ ધક્કા ખવડાવે છે.

જંબુસર તાલુકાના ડાભા ગામે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે પરસોતમ ડાયાભાઈ પરમાર ફરજ બજાવતાં હતા જેઓ  ૨૦૦૮ માં અવસાન પામ્યા ત્યાર બાદ એક માસ બાદ  પોસ્ટ ખાતા દ્વારા ઓડિટ કરાયું હતું.જેમાં ખાતાધારકોની પાસબુક માંથી રકમ ઉપડી ગઈ હોય તેઓ પોસ્ટ ખાતા દ્વારા આરોપ લગાવાયો.

સાડા આઠ લાખ રૃપિયાની  પત્ની હંસાબેન પરસોત્તમભાઈ પરમારને પોસ્ટ ખાતા દ્વારા નોટિસ આપી રકમ ભરપાઈ કરવા જણાવેલ અને આ લેણી રકમ ખેતરના મહેસૂલ પર ચઢાવવામાં આવેલ  સાડાઆઠ લાખ વત્તા વ્યાજની રકમ મળી હંસાબેન પરમારે દસ લાખ ઉપરાંતની રકમ પોસ્ટ ખાતામાં  ૯/૨૦૨૧ માં જમા કરાવેલી હોય ત્યાર બાદ હંસાબેન પરમારે NOC માટે વખતોવખત પરિવાર સાથે પોસ્ટ ઓફિસમાં આવતા હોય અધિકારીઓ દ્વારા બહાના કાઢી ભરૂચ અમદાવાદ જવા કહે છે.પરિવાર ભરૂચ જાય તો અમદાવાદનું કહે છે.

કોઈ સંતોષકારક જવાબ મળતો નથી કે નથી એનઓસી મળતી આટલો સમય વીતવા છતાં પરિવારને એનઓસી નહીં મળતાં પરિવાર હેરાન પરેશાન થવા પામ્યો છે અને મીડિયાનો સહારો લઈ પોતાની આપવીતી જણાવી વહેલી તકે પોસ્ટ ખાતા દ્વારા એનઓસી મળે તેમ પરિવાર ઈચ્છી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.