માલપુરમાં તસ્કરો ત્રાટક્યાઃપોલીસ સ્ટેશનથી થોડા અંતરે પાંચ લાખની ચોરી

અરવલ્લી જીલ્લાના માલપુરમાં પોલીસ મથકથી થોડા જ અંતરે હાર્ડવેર લોખંડની દુકાનમાં ચોરોએ આશરે પાંચ લાખના મુદ્દામાલનું ખાતર પાડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પ્રાપ્ત માહિતી મુજબ માલપુર પોલીસ મથકથી થોડા અંતરે આવેલી લોખંડની દુકાનમાં ચોરી કરવામાં તસ્કરો સફળ થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર અંદાજે પાંચ લાખ રૂપિયા ઉપરાંતની ચોરી કરવામાં તસ્કરો સફળ થયા છે. માલપુર પોલીસના સઘન પોલીસ પેટ્રોલીંગના દાવા પોકળ સાબિત થયા છે.
સતત વાહનોની અવરજવરથી ધમધમતા રહેતા માલપુર ગોધરા સ્ટેટ હાઇવે પર માલપુર પોલીસ મથકથી થોડા જ અંતરે હાર્ડવેર લોખંડની દુકાનમાં ચોરોએ આશરે પાંચ લાખ રુપિયાની એંગલો અને ચેનલોની ચોરી થતાં અનેક શંકા કુશંકાઓ પેદા થવા પામી છે. ચોરીની ઘટનાની જાણ થતાં માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
દિલીપ પુરોહિત. બાયડ