Western Times News

Gujarati News

૯૬ પાર્સલો માંથી પ્રોસેસર ગાયબ કરી ૩૧.૫૪ લાખની ઠગાઈ કરી

ઈ – કોમના સંચાલકે તેના મળતીયાઓ સાથે મળી  ૯૬ પાર્સલો માંથી પ્રોસેસર ગાયબ કરી ૩૧.૫૪ લાખની ઠગાઈ કરતા પોલીસ ફરિયાદ.

 
Flipkart પરથી ખોટા નંબરો અને એડ્રેસ પર પાર્સલો મંગાવ્યા : પાર્સલો રી-ટેપ કરી પરત મોકલતા ખાલી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ ફરિયાદ.

નકલી એડ્રેસ અને મોબાઈલ નંબરથી ફ્લિપ કાર્ટ પરથી AMD રાઈઝેન પ્રોસેસર મંગાવતા અને પર્સલ માંથી કાઢી પરત મોકલી આપતા.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના જંબુસરમાં આવેલ ઈ – કોમ એક્સપ્રેસના સંચાલકે તેના ત્રણ મળતીયા સાથે મળી Flipkart પરથી AMD કોમ્પ્યુટરના ૯૬ પ્રોસેસરો મંગાવી પાર્સલો માંથી કાઢી લઈ કંપની સાથે રૂપિયા ૩૧.૫૫ લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધવાઈ છે.

જંબુસરમાં ઈ – કોમ એક્સપ્રેસ લિમિટેડનું ડિલિવરી સેન્ટર આવેલું છે.જેનો હેડ આદિલ મહંમદ શેખ હતો.જે સુરતથી ફ્લિપકાર્ટના વેરહાઉસ માંથી આવતા પાર્સલ સુરત ઈ – કોમ દ્વારા જંબુસર સેન્ટર ઉપર મોકલાતા હતા.

છેલ્લા ૪ થી ૫ મહિનાથી Flipkart પાર્સલો ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબરના કારણે રિટર્ન થતા હતા.જે રીટેપ કરેલા પાર્સલો ઈ – કોમના સ્ટેટ હેડ એલપ્પા કોકીટકર,રિજનલ મેનેજર સુવિર નયર અને ઓફિસર અંકિત શ્રીવાસ્તવ જંબુસર સેન્ટર પર ગયા હતા.

જેમાં તપાસમાં સેન્ટર હેડ આદિલ શેખ સુરતના તેના બે મિત્ર સુરેશ મારવાડી, કાર્તિક અને ઝાડેશ્વરના જયકુમાર રાણા સાથે મળી રૂપિયા કમાવવા પાર્સલો માંથી પ્રોસેસરો કાઢી લેતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

બે મહિનામાં જ આ ટોળકીએ AMD ના ૯૬ રાઈઝેન પ્રોસેસર મંગાવી પાર્સલો માંથી કાઢી લીધા હતા.જે પાર્સલો રીટેપ કરી ફરી કંપનીમાં ખાલી મોકલી આપ્યા હતા.ઈ – કોમ કંપનીના ઓફિસરે જંબુસર પોલીસ મથકે ૯૬ પ્રોસેસરો કાઢી લેવા અંગે રૂપિયા ૩૧.૫૪ લાખની ઠગાઈની ફરિયાદ સેન્ટર હેડ અને તેના ૩ મળતીયાઓ સામે નોંધાવતા ચકચાર મચી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.