મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સે ‘મનિપાલસિગ્ના પ્રોહેલ્થ પ્રાઇમ’ લોંચ કર્યું,
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/manipalcigna.jpg)
સારું કવરેજ, સારું નિયંત્રણ, સારી કાળજી પ્રદાન કરતો સંપૂર્ણ હેલ્થકેર ઇન્સ્યોરન્સ પ્લાન
મુંબઇ, મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે આજે ‘મનિપાલસિગ્ના પ્રોહેલ્થ પ્રાઇમ પ્લાન’ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ નવો પ્લાન માત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન જ નથી,
પરંતુ સંપૂર્ણ હેલ્થકેર ઇન્સ્યોરન્સ પ્લાન છે કારણકે તે તમામ પ્રકારના હોસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરવાની સાથે-સાથે ડોક્ટરની સલાહ, નિર્ધારિત નૈદાનિક પરિક્ષણો અને ફાર્મસી ખર્ચ માટે “કેશલેસ ઓપીડી” કવરેજ જેવાં ક્રાંતિકારી ફીચર્સ ધરાવે છે.
તે “નોન-મેડિકલ એક્સપેન્સિસ” કવર કરે છે, જેથી હોસ્પિટલાઇઝેશન દરમિયાન નોન-મેડિકલ ચીજોમાં શૂન્ય કપાત રહે અને આવા બીજા ઘણાં લાભો આપે છે.
આ પ્રોડક્ટ લોંચ વિશે વાત કરતાં મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ પ્રસુન સિકદરે કહ્યું હતું કે, “મનિપાલસિગ્ના ખાતે અમે ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યાં છીએ તથા જ્યારે પણ અમે કોઇ નવી પ્રોડક્ટ લઇને આવીએ ત્યારે અમે સુનિશ્ચિત કર્યું છે કે અમારી પ્રોડક્ટ એવાં મુદ્દાઓનો ઉકેલ આપે કે જેનો અમારા ગ્રાહકો સામનો કરી રહ્યાં છે.
આ વખતે પણ અમે ઉંડાણપૂર્વકનું સંશોધન કર્યું છે અને કેટલાંક મોટા મુદ્દાઓની ઓળખ કરી છે, જેનો ગ્રાહકો સામનો કરી રહ્યાં છે તથા અમારા જેવા હેલ્થ નિષ્ણાંતો પાસેથી તેનો ઉકેલ ઇચ્છી રહ્યાં છે. ઉદાહરણરૂપે, ભારતમાં ડોક્ટરની સલાહ, લેબ ટેસ્ટ અને ફાર્મસી ખર્ચ સહિતના આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ ખર્ચ હેલ્થકેર ખર્ચના લગભગ 62 ટકા જેટલાં થાય છે.
વધુમાં હોસ્પિટલાઇઝેશનના કુલ બીલમાં નોન-મેડિકલ ખર્ચ આશરે 10-12 ટકા જેટલો રહે છે, જે આઉટ ઓફ પોકેટ તરીકે ચૂકવવામાં આવે છે. અમારું નવું મનિપાલસિગ્ના પ્રોહેલ્થ પ્રાઇમ અમારી કટીબદ્ધતાની દિશામાં વધુ એક પગલું ભરતાં ઓપીડી ખર્ચ માટે કેશલેસ સર્વિસિસ ઓફર કરે છે, જેથી સંપૂર્ણ હેલ્થકેર કવચ પૂરું પાડી શકાય.
તે ઇન્ડસ્ટ્રીનું પ્રથમ સ્વિચ ઓફ ફીચર ધરાવે છે, જેનાથી ગ્રાહકો પોલીસીના બીજા વર્ષથી વિદેશ પ્રવાસ દરમિયાન કવરને સ્વિચ ઓફ કરી શકે છે. તે પોલીસી વર્ષમાં મહત્તમ 30 માટે હોય છે તેમજ આ પ્લાન ગ્રાહકોની દૈનિક હેલ્થકેર જરૂરિયાતોની કાળજી રાખતાં મેડિકલ અથવા નોન-મેડિકલ તમામ હોસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરે છે.”
પ્રસુન સિકદરે ઉમેર્યું હતું કે, “આ પ્રોડક્ટમાં ડાયાબિટિસ, મેદસ્વિતા, અસ્થમા, હાઇ બ્લડ પ્રેશર અને હાઇ કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓથી પીડિત વ્યક્તિઓ માટે ચોક્કસ પ્લાન છે. આ ગ્રાહકોએ લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર નથી કારણકે આ લિસ્ટેડ પરિસ્થિતિઓ માટે પહેલેથી અસ્તિત્વ ધરાવતી બિમારીઓ માટેનો વેઇટિંગ પિરિયડ માત્ર 90 દિવસ છે.
મનિપાલસિગ્ના પ્રોહેલ્થ પ્રાઇમ ખરા અર્થમાં વ્યાપક પ્લાન છે, જે ગ્રાહકોને હોસ્પિટલાઇઝેશન ઉપરાંત તમામ પ્રકારના હેલ્થકેર ખર્ચથી સુરક્ષિત રાખવા માટે કસ્ટમાઇઝ્ડ હેલ્થકેર સોલ્યુશન ઓફર કરે છે. તે આઝીવન રિન્યુબિલિટી સાથે રૂ. 1 કરોડની વીમા રકમ ઓફર કરે છે, જેથી ગ્રાહકો ખરા અર્થમાં સારું કવરેજ, સારું નિયંત્રણ અને સારી કાળજી કોઇપણ પ્રકારની નાણાકીય ચિંતાઓ વિના પ્રાપ્ત કરી શકે.”