Western Times News

Gujarati News

ખેડબ્રહ્માના કોટડાઘડી પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન નુ કરિયાણું તથા અન્ય ચીજો ચોરાઈ.

ખેડબ્રહ્મા તાલુકાના કોટડાઘઢી ગામ ની પ્રાથમિક શાળાના એક રૂમમાંથી ૨૫-૪-૨૨ ના રોજ રાત્રિ દરમિયાન કરિયાણું તથા અન્ય ચીજો ની ચોરી થતાં ખેરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

આ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કૌશિકભાઈ જયંતીભાઈ પ્રજાપતિ એ જણાવ્યા પ્રમાણે 25 -4- 22 ના રોજ શાળા છૂટયા બાદ શાળાનો સ્ટાફ ઘરે જતો રહેલ જે સ્ટાફ 26 તારીખે સવારે સાતેક વાગે શાળામાં હાજર થતાં જ મધ્યાન ભોજન નો સામાન જે રૂમમાં રાખેલ હતો.

તે રૂમનો દરવાજો નીચેથી વળી ગયેલો જોવા મળતા મધ્યાન ભોજન સંચાલક મેવાબેન  નવાભાઈ સોલંકીએ રૂમ ખોલીને સામાન ચેક કરતાં રૂમમાંથી ગેસ નો સગડો, ગેસની બોટલ, લોખંડનો તવો બાર કિલોગ્રામ તેલ 40 કિલો ગ્રામ ઘઉં, 25 કિલોગ્રામ તુવેર દાળ, છ કિલો ગ્રામ ચણાની દાળ કુલ મળી અંદાજે રૂ 9500 ની પુરી થતાં આચાર્ય કૌશિકભાઇ પ્રજાપતિએ ખેરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.