રિઝર્વ બેંક ખાતે છુટ્ટા આપવા સહિતની કામગીરી પુનઃ શરૂ કરવા પ્રજામાં માંગ

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, દેશની સર્વોચ્ચ રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની ઈન્કમ ટેક્ષ શાખામાં ચલણી સિક્કા તથા છુટ્ટા માટેની જે નોટો આપવામાં આવતી હતી તે કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવતા વેપારીઓ તથા સામાન્ય નાગરીકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આ અંગે જાગૃત નાગરીકો તરફથી મળી રહેલી માહિતી અનુસાર કોરોનાના બે વર્ષના સમયગાળામાં રિઝર્વ બેક ખાતે આ તમામ કામગીરી બંધ કરાઈ હતી. પરંતુ હવે કોરોના એકદમ હળવો થયો છે ત્યારે ફરીથી આ પ્રક્રિયા શરૂ કરાય એવી લોકલાગણી પ્રવર્તી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેમને પાંચ રૂપિયા, ૧૦ રૂપિયાના સિક્કા અગર તો છૂટ્ટાની ચલણી નોટો જેમ કે રૂા.ર૦,પ૦, ૧૦૦ તથા ર૦૦ની જાેઈતી હોય તો તે રિઝર્વ બેકમાંથી મળી જતી હતી. અલબત્ત, તેના માટે કતારમાં ઉભા રહેવુૃ પડતુ હતુ. તદુપરાંત ફાટેલી નોટો ગુંદરપટ્ટીવાળી સહિતની ચલણી નોટ બદલી આપવામાં આવતી હતી.
પરંતુ કોરોનાકાળમાં બંધ થયેલી આ પ્રક્રિયા હજુ સુધી શરૂ નહી થતાં અનેક નાગરીકો અસુવિધાની લાગણી અનુભવી રહ્યા છે. તેમની માંગણી છે કે રિઝર્વ બેક પુનઃ આ પ્રક્રિયા શરૂ કરે જેથી સામાન્ય પ્રજાને એવી જ રીતે વહેપારીઓને પણ રોજીંદા વ્યવહારમાં છુટ્ટાની જરૂર રહેતી હોવાથી તેમને રાહત થાય.