Western Times News

Gujarati News

વેપારીઓ ખેડૂતો પાસેથી કેળાં 7 રૂપિયા એક કિલો દીઠ ખરીદી, બજારમાં 30 રૂપિયે વેચે છે

કેળાનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં છતાં ટેકાના ભાવ ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં

ઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતોએ જાેખમ ખેડીને પણ કેળાની ખેતી કેય બાદ વિપુલ પ્રમાણમાં કેળાનું ઉત્પાદન થયું હતું.

(પ્રતિનિધિ)ભરૂચ, નર્મદા મૈયાના કાંઠે વસેલ ભરૂચ જીલ્લાના ખેડૂતો કેળાની ખેતી પુષ્કળ પ્રમાણમાં કરતા હોય છે.ત્યારે આ વર્ષે કેળાનો વિપુલ પ્રમાણમાં પાક તૈયાર થયો છે.પરંતુ ખેડૂતોને ટેકના ભાવો નહીં મળતા નુકશાની વેઠીને પણ વેપારીઓને આપી રહ્યા છે.

દિવસે દિવસે કેળની ખેતી કરવી મુશ્કેલ બનતી જાય છે. છતાં પણ નર્મદા મૈયાના કાંઠે વસેલ ભરૂચ જીલ્લાના ખેડૂતો કેળાની ખેતી કરી રહ્યા છે.જેમાં ઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતોએ જાેખમ ખેડીને પણ કેળાની ખેતી કેય બાદ વિપુલ પ્રમાણમાં કેળાનું ઉત્પાદન થયું હતું.

પરંતુ ખેડૂતોને કેળામાં ટેકાના ભાવ મળતા નથી પરંતુ બજારમાં વેપારીઓને ડબલ ભાવ મળી રહ્યા છે.કારણ કે બજારમાં કેળાના એક કિલોનો ભાવ ૨૫ થી ૩૦ રૂપિયે વહેંચી રહ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે રહેતા રવિશભાઈ રાવ પોતાના ખેતરમાં છેલ્લા ઘણા વર્ષોથી કેળાની ખેતી કરી રહ્યા છે.

પરંતુ ચાલુ વર્ષે વાવાઝોડા સહિત કુદરતી આફટના ભય વચ્ચે પણ ખેડૂતોએ કેળાની ખેતી કરી હતી અને ૧૧ મહિના ખેડૂતોએ પોતાના પરસેવાની મહેનત કરી કેળાના પાકનું સારું એવું ઉત્પાદન સારું એવું કરી વિપુલ પ્રમાણમાં કેળાની આવક થવા છતાં ખેડૂત આજે નુકશાની વેઠી રહ્યો છે.

કારણકે વેપારીઓ અને દલાલો ખેડૂતો પાસે થી ૫ થી ૭ રૂપિયા એક કિલો દીઠ ખરીદી કરી બજારમાં ૨૫ થી ૩૦ રૂપિયે એક કિલો દીઠ વહેંચી રહ્યા છે.જેથી ખેડૂતોને નહિ જેવા ભાવ મળતા હોવાના કારણે ખેડૂતોને કેળાની ખેતીમાં નુકશાન થઈ રહ્યું છે.

ખેડૂત જાતે ૧૧ મહિના સુધી કેળાની ખેતી સાથે તેના પાકની માવજત કરવા માટે ખેડૂતો પોતાનો પરસેવો પાડતા હોય છે.પરંતુ ખેડૂતોને તેઓની ખેતીમાં તૈયાર થયેલા પાકના ટેકાના ભાવ નહિ મળતા આખરે ખેડૂતો મૂંઝવણ અનુભવવા સાથે ખેડૂતોને ટેકાના ભાવ સારો મળી રહે તે માટે સરકારને અપીલ કરી રહ્યા છે.

ત્યારે ખેતી તજજ્ઞ એવા ર્નિમલસિંહ યાદવે જણાવ્યું હતું કે ગુજરાતમાં કેળાની ખેતી ભરૂચ,નર્મદા અને સુરત જીલ્લા માં થતી હોય છે.ભરૂચ અમે નર્મદા જીલ્લામાં કેળાની ખેતી ખૂબ સારી રીતે થતી હોય છે.પરંતુ ખૂબ ગંભીર નુકશાન ઉઠાવવું પડ્યું હતું

બે વર્ષ પહેલા ત્યાર બાદ તૌકતે વાવાઝોડાના કારણે પણ ખેડૂતોને નુકશાન થયું અને તેના કારણે ખેડૂતો સારો ભાવ લઈ શક્યા નહિં અને એમની કમર ભાંગી ગઈ.ચાલુ વર્ષે ઉત્પાદન સારું છે ખેડૂતો માટે વર્ષ પણ સારું છે.પરંતુ હાલ એપ્રિલ મહિનાના એન્ડમાં ધીરે ધીરે કેળાના ભાવનો ઘટાડો થઈ રહ્યો છે જે ગંભીર રીતે ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.