બ્રેસ્ટ કેન્સરની સર્જરી બાદ મિત્રો રાખી રહ્યા છે છવી મિત્તલનું ધ્યાન
કોઈએ વાળ સરખા કર્યા તો કોઈએ જ્યુસ પીવડાવ્યું
પૂજા ગોર સહિતના કેટલાક મિત્રોએ સર્જરી બાદ રિકવર થઈ રહેલી છવી મિત્તલનું રાખ્યું ખાસ ધ્યાન
મુંબઈ,ટીવી એક્ટ્રેસ છવી મિત્તલની થોડા દિવસ પહેલા જ બ્રેસ્ટ કેન્સર સર્જરી કરવામાં આવી હતી. હાલ તે કેન્સર મુક્ત થઈ ગઈ છે, જાે કે હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરવામાં આવી નથી. હોસ્પિટલમાંથી તેના હેલ્થ વિશે સતત અપડેટ આપતી રહેતી છવી મિત્તલે હવે તેના મિત્રો કેવી રીતે તેનું ધ્યાન રાખી રહ્યા છે અને તેને લાડ લડાવી રહ્યા છે તેનો વીડિયો શેર કર્યો હતો.
એક દિવસ પહેલા જ છવી મિત્તલને મળવા માટે પૂજા ગોર, પ્રાચીન ચૌહાણ, કરિશ્મા મુખે અને શુભાંગી લિટોરિયા સહિતના કેટલાક મિત્રો પહોંચ્યા હતા. આ દરમિયાન એક ફ્રેન્ડે તેને વાળ સરખા કરી આપ્યા હતા, એકે તેન જ્યુસ પીવડાવ્યો હતો, એક તેના માટે કોફી/ચા લઈને આવ્યું હતું તો એકે છવી મિત્તલને સારું લાગે તે માટે રૂમની સફાઈ પણ કરી આપી.
વીડિયોમાં ફ્રેન્ડ્સને મળી છવી મિત્તલ ખુશ જણાતી હતી. વીડિયો શેર કરીને છવી મિત્તલે લખ્યું હતું ‘ખૂબ જ લાડ OMG! તમે લોકો મને બગાડી રહ્યા છો અને આવું હું જ્યારે મારા હાથ ફરીથી કામ કરતાં થઈ જશે ત્યારે પણ થશે તેવી આશા રાખું છું! ઓકે? #FriendsLikeFamily. આ વીડિયો પર પ્રાચીન ચૌહાણે ‘વાઉ’ લખીને રેડ હાર્ટ ઈમોટીકોન મૂક્યું હતું તો પૂજા ગોરે પણ પ્રેમ વરસાવ્યો હતો. અગાઉ છવી મિત્તલ માટે તેના મિત્રોએ જમવાનું મોકલ્યું હતું.
આ માટે તેણે તેમનો આભાર પણ માન્યો હતો. એક્ટ્રેસે તે ઈડલી અને સાંભાર ખાઈ રહી હોય તેવો વીડિયો અપલોડ કર્યો હતો અને સાથે લખ્યું હતું ‘પીડાની આદત પડી ગઈ છે પરંતુ હોસ્પિટલના ફૂડની નહીં. મારા પ્રેમાળ પરિવાર અને મિત્રોનો આભાર જેઓ ડોક્ટરના કેટલાક સૂચનોને ધ્યાનમાં રાખીને મને ઘરે બનેલું જમવાનું મોકલી રહ્યા છે.
તમારા વગર હું શું કરત મારા તમામ કેન્સરગ્રસ્ત ભાઈઓ અને બહેનો વ્હાઈટ સુગર ન લેવા વિનંતી. કોઈ ગોળમાંથી ડેઝર્ટ મોકલો પ્લીઝ’. જણાવી દઈએ કે, પાંચ દિવસ પહેલા છવી મિત્તલના બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરવામાં આવી હતી. જે છ કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન તેનો પતિ મોહિત હુસૈન સતત તેની સાથે રહ્યો હતો. કેન્સર મુક્ત થયા બાદ તેણે ફ્રેન્ડ્સ, શુભચિંતકો અને ફેન્સનો આભાર માન્યો હતો.sss