રકુલ રનવેમાં કેપ્ટન તાન્યાની ભૂમિકા ભજવી રહી છે
રકુલે નવું ફોટોશૂટ શેર કરીને ફેન્સને ખુશ કરી દીધા
રકુલ પ્રીત સિંહની તસવીરોના વખાણ કરતા ફેન્સ અભિનેત્રીને ફેબ્યુલસ, ખૂબસૂરત અને સુંદર કહી રહ્યા છે
મુંબઈ, રકુલ પ્રીત સિંહ એક સ્લિમ-ટ્રીમ અભિનેત્રી છે. આ સુંદર અભિનેત્રીની આગામી ફિલ્મ રનવે ૩૪ જાેઈ ચૂકેલ ઘણી હસ્તીઓએ તેના જાેરદાર વખાણ કર્યા છે. રકુલ પણ તેની ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહી છે પરંતુ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીને આ ફિલ્મ માટે મોટી ફી પણ મળી છે. રકુલ પ્રીત સિંહે ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર તેનું નવું ફોટોશૂટ શેર કરીને ફેન્સને ખુશ કરી દીધા છે. લીલા કલરના લોગ થાઈ સ્લિટ ડ્રેસમાં અભિનેત્રી આકર્ષક લાગી રહી છે. રકુલ પ્રીત સિંહે હાઈ હીલ્સ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
ઇયરહૂપ પહેરેલી અભિનેત્રીની સુંદરતા નજરે પડી રહી છે. આ તસવીરો શેર કરીને તેણે ફિટનેસનો મંત્ર પણ આપ્યો છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ખાઓ અને સૂઈ જાઓ. રકુલ પ્રીત સિંહની ખાસ સલાહ પર, એક સેલેબ્સ લક્ષ્મી મંચુએ પૂછ્યું કે ‘તમે વર્કઆઉટ પ્રેમ ભૂલી ગયા છો’.
અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રકુલ પ્રીત સિંહની તસવીરોના વખાણ કરતા ફેન્સ અભિનેત્રીને ફેબ્યુલસ, ખૂબસૂરત અને સુંદર કહી રહ્યા છે. રકુલ પ્રીત સિંહ હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવા માટે સંઘર્ષ કરી રહી છે. અજય દેવગન ફિલ્મ ‘રનવે ૩૪’માં કો-પાઈલટની ભૂમિકામાં જાેવા મળશે.sss