હિંમતનગરમાં સુધારાત્મક વહીવટી કચેરી ખાતે ચામડીના રોગ નિદાન કેમ્પ યોજાયો

મોડાસા,રોટરી ક્લબ અને ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલની અધ્યક્ષતામાં વ્યક્તિ સુધારણા વહીવટી કચેરી (સબજેલ) ખાતે ચામડીના રોગોનું નિદાન કેમ્પ યોજાયો.
આ કેમ્પમાં રોટરી ક્લબના પ્રમુખ પ્રશાંત વ્યાસ, ભારત સ્કાઉટ ગાઈડ સંઘ કમિશનર અતુલભાઇ દીક્ષિત, રોટરી પૂર્વ પ્રમુખ પ્રફુલભાઈ વ્યાસ,ગાઈડ લીડર સોનલબેન ડામોર, રોટ.સેક્રેટરી જીગરભાઈ ના મહેમાન પદે કાર્યક્રમ સંપન્ન થયો હતો.સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કૌતુક ભાઈ અને ડોક્ટર પ્રિયાબેન અગ્રવાલ દ્વારા ૬૦ જેટલા વ્યક્તિ સુધારણા કચેરીના ભાઈઓ (બંદી)ને ચામડીના રોગોની તપાસ કરી નિ:શુલ્ક દવાઓ આપી હતી.
આ કેમ્પનો સંપૂર્ણ સંચાલન રોટરી પ્રોજેક્ટ ચેરમેન શ્રી મધુકર ખમારે કર્યું હતું તેમજ જિલ્લા જેલના અધિક્ષકશ્રી એમ જી દેસાઈ જેલના કર્મચારીગણ અને સુધારણા કેન્દ્રના (બંદી) ભાઈઓ એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ માટે જિલ્લા અધિક્ષકે ભારત સ્કાઉટ ગાઇડ સંઘ અને રોટરી કલબ નો આભાર માની ગુજરાત ગૌરવ દિન ની ઉજવણી કરી હતી .