Western Times News

Gujarati News

ધનસુરા પ્રાથમિક શાળાના શિક્ષક કલ્પેશ રહિયોલી ચિત્રકુટ પારિતોષિક ૨૦૨૦-૨૦૨૧ માટે  પસંદગી પામ્યા.           

આજરોજ ઊપશિક્ષક ધનસુરા પ્રાથમિક શાળા નંબર ૧ ના શિક્ષક  અને પ્રજાપતિ સમાજનું ઘરેણું અને મોટીવેશન સ્પીકર કલ્પેશ ડી રહીયોલીની ચિત્રકુટ ધામ તલગાજરડા પરમ પૂજ્ય વંદનીય મોરારીબાપુ સેવામાં પસંદગી પામ્યા છે તે બદલ શ્રવણ સુખધામ સંસ્થા ના આદ્યસ્થાપક ઇન્દુ એસ કે પ્રજાપતિ ખુબ ખુબ શુભેચ્છા સાથે અત્યંત હર્ષ અને આનંદ ની લાગણી અનુભવે છે.

સાથે સાથે સમગ્ર ગુજરાત પ્રજાપતિ સમાજ એ કલ્પેશ પ્રજાપતિ ને શુભકામનાઓ પાઠવી છે શ્રેષ્ઠ શિક્ષક શ્રી કલ્પેશ પ્રજાપતી (રહીયોલી) ને આજ સુધી પોતાની ઉંમર કરતાં વધુ સન્માન પત્ર અને એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે આ ઉપરાંત વ્યક્તિ વિશેષ માં ગુજરાત સરકાર અને ભારત સરકારે પણ રહીયોલી કલ્પેશ ડી ની ખુબ નોધ પણ લીધેલી છે આ એવોર્ડ  રહીયોલી કલ્પેશ ડી તારીખ ૧૧મે ૨૦૨૨ ને બુધવારના રોજ સવારે સ્વીકૃત કરી પોતાના માદરે વતન પરત ફરશે.

ત્યાં એક દિવાળી જેવા માહોલ નું આયોજન પોતાના નિવૃત્ત પ્રાથમિક શિક્ષક શ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિ એ ફટાકડા ની આતાશબાજી નું આયોજન પોતાના માદરે વતન રહીયોલ ખાતે કલ્પેશ રહીયોલી માટે કર્યું છે આ ઉપરાંત ટૂકજ સમય શ્રવણ સુખધામ સંસ્થા કલ્પેશ રહીયોલી ને કુંભાર રત્ન એવોર્ડ થી સન્માનિત કરવા જઈ રહી છે તેવું શ્રવણ સુખધામ સંસ્થા ના અધ્યાપક ઇન્દુ પ્રજાપતિ નાદુરસ્ત તબિયત હોવા છતાં પોતાના મનની લાગણીઓ ટેલીફોનીક વાતચીતમાં કલ્પેશ રહીયોલીને  જણાવતા ખૂબ શુભેચ્છાઓ સાથે અંતરના ઊંડાણથી આશિષ ઇન્દુ પ્રજાપતિ અબોલ જીવ સેવા ના ભેખધારી નારી રત્નએ પાઠવ્યા છે.

દિલીપ પુરોહિત. બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.