Western Times News

Gujarati News

મેઘરજની શાળાના શિક્ષકના અટકેલ ઈજાફા મામલે મેઘરજ ટી.પી.ઓ ને વકીલ ધ્વારા નોટીસ પાઠવી

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના હાલ વૈડી પ્રા.શાળામાં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકને તંત્રના વાંકે ઈજાફા અને સરકારી લાભો મળવાના બંધ થઈ જતા ઇજાફા અને તંત્રના વાંકે બંધ થયેલ લાભો શરૂ કરાવવા માટે પ્રા.શિક્ષકને છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ શાખાની સરકારી કચેરીઓના ધરમ ધખ્ખા કરવા છતા ન્યાય ન મળતા કોર્ટના ધ્વારા ખખડાવી  વકીલ મારફતે મેઘરજ તાલુકા પ્રા.શિક્ષણાધિકારીને નોટીસ પાઠવી દીન-૧૫માં જવાબ રજુ કરવા જણાવવામાં આવ્યુ છે.

મેઘરજની વૈડી પ્રા.શાળામાં હાલ ઉપ શિક્ષકની ફરજ બજાવતા સિધ્ધરાજ રામસિંહ ખોખરીયાની વર્ષ ૨૦૦૨ માં તા.કે.નિરીક્ષકે ૨૪૬ દિવસની રજા મંજુર કરી દીધી હતી જે તંત્રની ભુલના કારણે શિક્ષકની નોકરીના માત્ર છ વર્ષ બાકી રહ્યા છે છતા ઈજાફા,૨૦ વર્ષે મળતુ ઉચ્ચતર પગાર ધોરણ અને સાતમુ પગારપંચ અને છેલ્લા પાંચ વર્ષથી મોંઘવારી ભથ્થુ, સહિતના અન્ય મળવાપાત્ર લાભો બંધ થઈ જતા શિક્ષક છેલ્લા પાંચેક વર્ષથી લાભો મેળવવા શિક્ષણ શાખામાં ૨૦ જેટલી લેખિત અને વારંવાર મૌખિક રજુઆતો કરી .

ધરમધખ્ખા ખાઈને કંટાળી જવા છતા ન્યાય ન મળતા અંતે શિક્ષકે કોર્ટના ધ્વારા ખખડાવી વકીલ મારફતે તંત્રની ભુલના કારણે જવાબદાર તાલુકા પ્રા.શિક્ષણાધિકારીને નોટીસ દિન-૧૫ માં વૈડી પ્રા.શાળાના શિક્ષકને અટકેલ લાભો અપાવવા યોગ્ય કાર્યવાહી કરી ભોગબનનાર શિક્ષકને જાણ કરવા નોટીસમાં જણાવાયુ છે અને જો તેમ કરવામાં કસુર કરશોતો કસુર થયે અને વખત વીતેથી અમારા અસીલ તમારા વિરૂધ્ધ યોગ્ય હકુમત ધરાવતી કોર્ટમાં ફરીયાદ દાખલ કરશે તથા દિવાની રાહે પગલા ભરશે જેના ખર્ચ અને ઉપજતા તમામ પરીણામોની જવાબદારી આપની રહેશે તેવી લેખિતમાં મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને નોટીસ પાઠવી છે નોટીસ અંગેની જાણ જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી અરવલ્લી અને શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગરને પણ કરવામાં આવી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ત્યારે તાલુકા પ્રા.શિક્ષણાધિકારીને નોટીસ બાબતે પુછતા પોતે અજાણ હોય તેમ ભડક્યા હતા  અને નોટીસ તા.૧૩/૪/૨૦૨૨ ના રોજ તાલુકા શિક્ષણાધિકારીની કચેરીના સહિ સિક્કાથી રીસીવ કરી હોવાનો પુરાવો હોવા છતા પાછળથી નોટીસ રીસિવ કરી હોવાનુ અને રીસીવ કરી હશેતો તાલુકામાં જઈ ચેક જવાબ આપવાનુ જણાવતા અને નોટીસ મળેથી દીન-૧૫માં નોટીસનો જવાબ આપવાની સમયમર્યાદા પણ પુર્ણ થયેલ હોવાથી તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

 

દિલીપ પુરોહિત. બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.