ગ્રામ્ય વિસ્તારના યુવાનોને રમત માટે પ્રોત્સાહિત કરવાનો મંત્રી અર્જુનસિંહ ચૌહાણનું MPLનું આયોજન.
ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે અર્જુનસિંહ ચૌહાણે મેહમદાવાદ પ્રિમિયર લીગ MPL ક્રીકેટ ટુર્નામેન્ટનો કર્યો શુભારંભ.
કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણનું MPLનું આયોજન.
નિશુલ્ક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે 80 થી વધુ ગામોની 130 ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમશે.
રમતવીરોને ટીશર્ટ, ટ્રેક, ટોપી, શુઝ, શોક્સ સુધીનો યુનિફોર્મ અપાશે.
MPL થી IPL સુધી ખેલાડી પહોંચે તેવો પ્રયાસ
ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ખેડા જિલ્લાના મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણ દ્વારા આજરોજ મહેમદાવાદ ખાતે મેહમદાવાદ પ્રિમિયર લીગ નામથી ક્રિકેટ મેચના શુભારંભ કર્યો.
મહત્વનું છે કે આ એમપીએલ નામથી શરૂ થયેલ નાઈટ મેચમાં મહેમદાવાદ વિધાનસભાના અલગ અલગ ગામોના યુવાનો પોતાની ટીમ સાથે ક્રિકેટ રમશે ત્યારે રમશે મહેમદાવાદના અભિગમ સાથે યુવાનોમાં રમત ગમતનું વાતાવરણ તેમના શરીરની સ્થિતિ જાળવી શકે અને ઊર્જાવાન બને તેવા હેતુથી અર્જુન સિંહ ચૌહાણ દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે મહત્વનું છે કે ક્રિકેટ ટુર્નામેન્ટમાં 80 કરતાં વધારે ગામોની 130 ટીમો ભાગ લેશે તેમની પાસે કોઈપણ પ્રકારનું શુલ્ક લેવામાં નહીં આવે ઉપરાંત તેમને ક્રિકેટના ટીશર્ટ, ટ્રેક, ટોપી, શુઝથી લઈ શોક્સ સુધીના યુનિફોર્મ પણ નિશુુલ્ક આપવામાં આવ્યા આ પ્રસંગે રાજનભાઈ દેસાઈ, અજયભાઈ બ્રહમભટ્ટ, કનુભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા