શિક્ષણમંત્રીના જ વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા પ્રતાપપુરાની દયનીય હાલત !!!
શાળા ના જજઁરીત ચાર ઓરડા ઓવરસ 2018માં રદ કરાયા છતાં હજુ નવીન ઓરડા મંજુર નહીં થતાં ઓરડા ના અભાવે બાળકો ને મુશ્કેલી….
સંતરામપુર નગર માં પ્રતાપપુરા વિસ્તારમાં આવેલ જીલ્લા પંચાયત ક્ષિક્ષણસમિતિ સંચાલિત પ્રાથમિક શાળા માં તાજેતરમાં નવીન બનાવેલ પાંચ ઓરડા ઓ પૈકી એક ઓરડા ની ઓસરી ઊપર ના ધાબા ના પોપડાઊખડીને નીચે બેઠેલા બાળકો પર પડતાં ચાર બાળકો ઈજાગ્રસ્ત થયેલ. સૌથી આશ્ચર્યજનક હકીકત એ છે આ પ્રતાપપુરા પ્રાથમિક શાળા ધોરણ 1થી8 ની શાળા છે.ને આ શાળા માં 400 જેટલાં વિધાથીઁઓ અભ્યાસ કરે છે. આ શાળામાં કુલ બાર ઓરડા છે. જે પૈકી ચાર ઓરડા રદ કરવા નીદરખાસત ને જીલ્લા પ્રાથમિક શિક્શણાધિકારી કચેરી દવારા 20.02.20018 ના રોજ મંજુરી આપતા આ શાળા ના ચાર ઓરડા રદ થયેલ. હોવાં છતાં પણ તેના સ્થાને નવીન ઓરડા આજદિન સુધી મંજુર નહીં થતાં ઓરડા ના અભાવે બાળકો ને ભેગા બેસાડીને અભ્યાસ કરાવાઈ રહેલ છે.
આ શાળામાં હાલ આઠ ઓરડા કાયઁરત છે. જે પૈકી એક ઓરડા માં આચાર્ય ને સીઆરસી ની ઓફીસ છે. ને એક ઓરડો સ્ટોર રુમ માં વપરાય છે. આમ આ ધો.1 થી 8 ની શાળા ના બાળકો માટે અભયાસ માટે માત્ર પાંચ ઓરડા જોવા મળે છે. આ પ્રતાપપુરા પ્રાથમિક શાળા ના બાળકોને કોમ્પ્યુટર અને પ્રયોગશાળા ની સુવિધા વરસ 2011 માં રાજય સરકાર ને પ્રાથમિક ક્ષિક્ષણ વિભાગ દ્વારા કોમ્પ્યુટર લેબ ને પ્રયોગશાળા ની સુવિધા અપાયેલ ને તેનો લાભ બાળકોને આ શાળામાં મલતો હતો. પરંતુ આ કોમ્પ્યુટર લેબ ને પ્રયોગશાળા અગમ્ય કારણોસર સાધનો બગડતાં ને રીપેરીંગ ની કામગીરી ના થતાં આ લાભ છેલ્લા કેટલાક વરસો થી બાળકોને મલતો નથી. જે આ સુવિધા પુનઃ આ શાળામાં શરુ કરાય તેવી માંગ ઉઠી છે.
આ પ્રતાપપુરા પ્રાથમિક શાળા માં નવીન ઓરડાઓ (બહુમાળી મકાનની સુવિધા) મળે તે માટે ની વરસ 2018 થી માંગણી ને રજુઆતો કરાયેલ હોવા છતાં પણ જરુરીયાત મુજબ ના નવીન શાળા ના ઓરડા મંજુર નહીં થતાં ઓરડા ના અભાવે બાળકો ને ભેગા બેસાડીને અભ્યાસ કરાવાઈ રહેલ છે જે આ ક્ષિક્ષણ ની તાસીર સંતરામપુર તાલુકા માં જોવા મળે છે. આ વિસતાર ના ચુંટાયેલા પ્રજા ના પ્રતિનિધિ ધારાસભ્ય ને રાજયકક્શાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર હોવા છતાં પણ તેમના વિસતારની આ પ્રાથમિક શાળા માં નવીન અધયતન ઓરડાઓ મંજુર થાય નહીં ને જે ઓરડાઓ ડીસમેનટલ ( રદ) કરવા નીદરખાસત ને જીલ્લા પ્રાથમિક શિક્શણાધિકારી ની કચેરી દવારા મંજુરી અપાયેલ હોવાં છતાં પણ નવીન રૂમો મંજુર નહીં થતાં ઓરડા ના અભાવે બાળકો ને શિક્ષણ મેળવવાં માં મુશ્કેલી ભોગવવી પડે તે કેટલે અંશે યોગ્ય ગણાય???
સંતરામપુર ની પ્રતાપપુરા પ્રાથમિક શાળા ના આચાર્ય ને સીઆરસી ની ઓફીસ છે તેની બાજુમાં આવેલ ઓરડા ની ઓસરી ઊપર ના ધાબા ના પોપડાઊખડીને ધડાધડ ઓચિંતા બાળકો ઊપર પડતાં ને બાળકો ને ઈજા થતાં તંત્ર એક્શન માં આવેલ છે. ને આ ધટના વાળા ઓરડાઓ ડીસમેનટલ કરવા માટે ની દરખાસ્ત કરવા ની સુચના જીલ્લા પ્રાથમિક શિક્શણાધિકારી એ શાળા ના આચાર્ય ને અન્યો ને આપેલ જોવા મળે છે ને આ ધટના સંદઁભમાં આ શાળા ના આચાર્ય ને નોટીસ આપી ને ખુલાસો માંગેલ જોવા મળે છે. શાળા ના જજઁરીત ઓરડાઓ ડીસમેનટલ કરવા ની મંજુરી જેતે સમયે અપાય પરંતુ રદ કરાયેલ ઓરડા ના સ્થાને બીજા નવીન ઓરડા મંજુર કરવાની જેની જવાબદારી છે તેજ નવીન ઓરડાઓ જરુરીયાત મુજબના ચાર વરસ સુધી મંજુર જ કરે નહીં તો પછી શાળા ના આચાર્ય ને શિક્ષકો આવી પરિસ્થિતિ માં શું કરે???
શાળાઓના ઓરડા ઓનું બાંધકામ ની કામગીરી પણ હલકી કક્ષાની ને ગુણવતતાયુકત નહીં કરતા ને મીલીભગત હેઠળ ટકાવારી ના ચક્કર માં કામગીરી યોગ્ય રીતે નહીં થતાં આવી પરિસ્થિતિ ઉભી થાય છે તે પણ એક નકકર સત્ય હકીકત છે.
તસવીર. ઈન્દ્રવદન વ પરીખ.
સંતરામપુર.