ઉમરેઠ કેનાલમાં ન્હાવા પડેલા બે બાળકોનાં મોત-બે બાળકોને બચાવાયા
બે બાળકોનાં મોત બાદ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો
આણંદ, ઉમરેઠમાં આવેલી કેનાલમાં બાળકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠમાં આવેલી રતનપુરા મોટી કેનાલમાં ચાર બાળકો ન્હાવા માટે પડ્યા હતા. જે બાદ ચારેય બાળકો ડૂબ્યાં હતા. કેનાલમાં ડૂબી જવાથી ચારમાંથી બે બાળકોનાં મોત થયા છે. સદનસીબે બે બાળકોને બચવવામાં સફળતા હાથ લાગી છે.
મૃતક બાળકો રતનપુરાના રહેવાસી હતા. બાળકો કેનાલમાં ડૂબ્યા હોવાની જાણ થતાં જ ગામના લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર વિભાગ પહોંચ્યું હતું. બાદમાં ફાયર વિભાગે બે બાળકોને બચાવી લીધા હતા. જ્યારે બે બાળકોનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા.
બે બાળકોનાં મોત થવાથી તેમના પરિવારમાં પણ ભારે શોક છવાયો છે. બનાવની વિગતો એવી છે કે, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા પાસેથી પસાર થતી રતનપુરા કેનાલની આ ઘટના છે. ગામના આ બાળકો ખેતરમાંથી પસાર થતી કેનાલમાં ન્હાવા માટે ગયા હતા.
કેનાલમાં પાણીનો ફોર્સ વધારે હોવાથી ચારેય બાળકો કેનાલના પાણીમાં તણાયા હતા. કેનાલમાં તણાયા બાદ બાળકોએ બૂમાબૂમ મચાવી દીધી હતી. જે બાદ ત્યાંથી પસાર થઈ રહેલાં રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં ઘટનાની જાણ થતાં આણંદ ફાયર વિભાગ પણ તાત્કાલિક પહોંચ્યું હતું. બાદમાં ફાયર વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં ફાયર વિભાગે બે બાળકોને બચાવી લીધા હતા.
આ સિવાય ફાયર વિભાગે બે બાળકોનાં મૃતદેહ પણ બહાર કાઢ્યા છે. બાદમાં બાળકોનાં મૃતદેહને ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી. કેનાલમાં ગામના બાળકો ડૂબ્યા હોવાની વાત વાયુ વેગે ફેલાતા ગામના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી હતી. જાે કે, બે બાળકોનાં મોત બાદ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.