દાહોદના કેળકુવા ગામે બાળ લગ્ન થતાં અટકાવાયા
દે.બારીયા,દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના કેળકુવા ગામે બાળ લગ્ન થતાં હોવાની મળેલી માહિતીને આધારે તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયેલ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહિતની ટીમે બાળ લગ્ન થતાં અટકાવી બાળ લગ્ન કરાવનાર બંને પરિવારના સભ્યોને બાળ લગ્ન અંગે સમજાવ્યા હતા. જાણવા મળ્યા મુજબ દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના કેળકુવા ગામે બાળ લગ્ન થતાં હોવાની માહિતી મળતા જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી આર.પી.ખાંટના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ કે તાવિયાડ પોતાની ટીમને સાથે લઇ માહિતી મુજબના લગ્નસ્થળે દોડી ગયા હતા.
અને બાળ લગ્ન અટકાવ્યા અંગેની કામગીરી હાથ ધરી બાળ લગ્ન અટકાવ્યા હતા. સદર બાળલગ્ન અટકાવવા બાબતે સાટકાળા પોલીસની પણ મદદ માગવામાં આવી હતી આમ બંને વિભાગના પ્રયાસ થી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા આ સમયે ટીમના સભ્યોમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સિનિયર ક્લાર્ક ડી.એન. નિનામા સહાયક એબી નિસરતા જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીના લીગલ કમ પ્રોબેશન ઓફિસર એજી કુરેશી આઉટ ટીમ વર્કર શાંતિલાલ એમ પલાસ નરવત એસ.પટેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ કલ્પનાબેન તથા જીઆરડી જવાન હિતેશભાઈ એ હાજર રહી સુંદર કામગીરી બજાવી હતી અને બાળ લગ્ન કરાવનાર બંને પરિવારના સભ્યોને બાળ લગ્ન ગુનો છે તે બાબતે સમજાવ્યું હતું.