પેટીયા ગામે ખેતરમાં થયેલ કેબલ અને પાઈપ ચોરીનો ભેદ ઉકેલાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરુચ જીલ્લાના વાલિયા તાલુકાના પેટીયા ગામે થોડા દિવસ પહેલા એક ખેતર માંથી દેડકા મોટર, કેબલ વાયર તેમજ પાઈપ મળીને કુલ રુ.૪૨૦૦૦ નો મુદ્દામાલ ચોરાયો હતો.
ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા મળેલ સુચના અંતર્ગત વાલિયા પીઆઈ પી.એચ.વસાવાએ પેટીયા ગામની સીમચોરીમાં સંડોવાયેલ ઈસમોને ઝડપી લેવા કવાયત હાથધરી હતી.
આ દરમ્યાન પીઆઈ વસાવાને સદર ચોરી બાબતે બાતમી મળી હતી કે પેટીયા ગામના રમેશ વીરજી વસાવા,ધર્મેશ ગુમાન વસાવા અને અનિલ શંકર વસાવા એ આ ચોરી કરેલ હતી.પોલીસે આ ઈસમોની ચોરીના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી.પોલીસે કુલ ૪૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.