KGF:Chapter 2ના ડિજિટલ રાઈટ્સ રેકોર્ડ કિંમતે વેચાયા
અત્યાર સુધી તેણે અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા.
કેજીએફ ૨ની ડિજિટલ ડીલ લગભગ ૩૨૦ કરોડમાં થઈ છે, ફિલ્મ ૨૭મી મેના રોજ ઓટીટી પર સ્ટ્રીમ થશે.
મુંબઈ, કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF:Chapter 2 બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. શ્રિનિધિ શેટ્ટી, સંજય દત્ત, રવીના ટંડન જેવા સ્ટાર્સની આ ફિલ્મની ફેન્સ લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. હવે ફિલ્મ રીલિઝ થઈ ગઈ છે ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે રીલિઝ થવાની છે. ત્યારે કેજીએફના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે.
કેજીએફ ૨ની ઓટીટી રીલિઝને લગતી એક મોટી જાણકારી સામે આવી છે. આ ફિલ્મના ડિજિટલ રાઈટ્સને રેકોર્ડ કિંમતે વેચવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેજીએફ ૨ની ડિજિટલ ડીલ લગભગ ૩૨૦ કરોડ રુપિયામાં થઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ફિલ્મ ૨૭મી મેના રોજ ઓટીટી પર સ્ટ્રીમ થશે. જાે કે હજી આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.
જાે બોલિવૂડ ફિલ્મોના ઓટીટી રાઈટ્સની વાત કરીએ તો આ પહેલા ફિલ્મ લક્ષ્મી ૧૨૫ કરોડ, રાધે ૨૫૦ કરોડ, ભુજ ૧૧૦ કરોડ અને દિલ બેચારા ૪૦ કરોડમાં વેચાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ૨૧ દિવસ પહેલા રીલિઝ થઈ હતી. ૨૧ દિવસમાં કેજીએફ ૨એ વર્લ્ડવાઈડ ૧૦૫૪.૮૫ કરોડ રુપિયા કમાણી કરી છે. માત્ર હિન્દી ભાષી રાજ્યોમાં આ ફિલ્મે ૩૭૩.૩૦ કરોડ રુપિયા કમાણી કરી છે. દેશભરમાં અત્યાર સુધી ૭૫૨.૯ કરોડ રુપિયા કમાણી કરી છે. હજી પણ ફિલ્મ બોક્સઓફિસ પર છે કમાણી ચાલી રહી છે.
એસએસ રાજામૌલીની આરઆરઆરની પણ ઓટીટી રીલિઝ ડેટ સામે આવી છે. ૧૧૦૦ કરોડથી વધારે કમાણી કરનારી આ ફિલ્મ ઢીી૫ અને નેટફ્લિક્સ પર રીલિઝ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ૨૦મી મેના રોજ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ જશે. દ્ભય્હ્લની વાત કરીએ તો, ફિલ્મનો પ્રથમ ભાગ પણ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. ત્યારથી જ લોકો બીજા ભાગની રાહ જાેઈ રહ્યા હતા. જ્યારે ચેપ્ટર ૨ રીલિઝ થઈ ગયું છે ત્યારે ફિલ્મના અંતમાં મેકર્સે હિન્ટ આપી દીધી છે કે હજી ફિલ્મનો ત્રીજાે ભાગ પણ આવવાનો છે.sss