Western Times News

Gujarati News

આયુષ્માનની ફિલ્મ અનેકનું ટ્રેલર એક્શનથી ભરપૂર છે.

ફિલ્મમાં શાનદાર ડાયલોગ અને દેશપ્રેમ જાેવા મળ્યો.

અનેક વિશે વાત કરતા આયુષ્માનએ કહ્યું કે, ફિલ્મ ખરેખરમાં એક ભારતીય હોવાની લાગણીની ઉજવણી કરે છે.
મુંબઈ, એક્ટર આયુષ્માન ખુરાનાની અપકમિંગ બોલિવૂડ ફિલ્મ ‘અનેક’નું ટ્રેલર આવી ગયું છે. જેમાં આયુષ્માન ખુરાના અંડર કવર પોલીસવાળાના રોલમાં જાેવા મળી રહ્યો છે. ‘અનેક’ના ટ્રેલરમાં એક્શન, શાનદાર ડાયલોગ અને દેશપ્રેમ જાેવા મળી રહ્યો છે. જેમાં એક એવો પણ ડાયલોગ સાંભળવા મળે છે કે ઈન્ડિયા ઈન્ડિયા ઈન્ડિયા હું આ ઈન્ડિયાની સુરક્ષા માટે નોર્થ ઈસ્ટમાં કામ કરું છું. આયુષ્માન ખુરાનાએ ફિલ્મ ‘અનેક’નું ટ્રેલર શેર કરતા લખ્યું કે ‘ભાષા અનેક, પણ દેશની માત્ર એક જ ભાવના- જીતશે કોણ? હિન્દુસ્તાન.

આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ‘અનેક’ના લેખક અને ડિરેક્ટર અનુભવ સિંહા છે. અનુભવ સિંહા અગાઉ ‘આર્ટિકલ ૧૫’, ‘મુલ્ક’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. અનુભવ સિંહાએ આ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, મારી અત્યાર સુધીની તમામ ફિલ્મોમાં ‘અનેક’ સૌથી પડકારજનક છે. ‘અનેક’ એવા વિષય પર આધારિત ફિલ્મ છે કે જેના વિશે ઘણું ઓછું બોલાય છે. જે એવા તથ્ય પર ભાર આપે છે કે આપણી સંસ્કૃતિ, પરંપરા, ભાષામાં ક્યાંક ફેરફાર હોવા છતાં ભારત એક દેશ તરીકે આગળ વધ્યો અને જીત્યો છે.

 

 

ફિલ્મના મેકિંગ દરમિયાન આવતી તમામ અડચણ જેવી કે કપરા વિસ્તારમાં શૂટિંગ અથવા કોરોનાની મહામારી દરમિયાન શૂટિંગ છતાં અમે આગળ વધ્યા. મને ગર્વ અને જીતનો અનુભવ થઈ રહ્યો છે કે આ ફિલ્મ સાથે જે કોઈ નિર્ધાર કર્યો હતો તે પૂરો કર્યો છે. જ્યારે ફિલ્મ ‘અનેક’ વિશે વાત કરતા એક્ટર આયુષ્માન ખુરાનાએ કહ્યું કે, ‘અનેક’ ફિલ્મ ખરેખરમાં એક ભારતીય હોવાની લાગણીની ઉજવણી કરે છે. ‘અનેક’માં હું જાેશુઆનું પાત્ર ભજવી રહ્યો છું જે મને શારીરિક અને માનસિકરીતે વધુ મજબૂત બનાવે છે જેવું મેં અગાઉ ક્યારેય નથી કર્યું. અહીં નોંધનીય છે કે ફિલ્મ ‘અનેક’માં આયુષ્માન ખુરાના સાથે મનોજ પાહવા, કુમુદ મિશ્રા અને જે ડી ચક્રવર્તી જેવા કલાકારો પણ જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.