સનરાઈઝર્સ હૈદરાબાદના બેટર્સે કર્યા નિરાશ
દિલ્હી કેપિટલ્સનો ૨૧ રને વિજય, દિલ્હી કેપિટલ્સના ૨૦૭ રન સામે હૈદરાબાદ ૧૮૬ રન નોંધાવી શક્યું
વોર્નર-પોવેલની તોફાની બેટિંગ
નવી દિલ્હી,IPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં ગુરૂવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ૨૧ રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૨૦૨૨માં બુધવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે તોફાની બેટિંગ કરી હતી અને બંનેએ અડધી સદી ફટકારી હતી. જેની મદદથી દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ નિર્ધારીત ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૭ રનનો સ્કોર ખડક્યો હતો. વોર્નરે અણનમ ૯૨ અને પોવેલે અણનમ ૬૭ રન ફટકાર્યા હતા.
૨૦૮ રનના કપરા લક્ષ્યાંક સામે હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૮૬ રન નોંધાવી શકી હતી. નિકોલસ પૂરને ૬૨ અને એઈડન માર્કરામે ૪૨ રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી પરંતુ તેમની મહેનત એળે ગઈ હતી. ૨૦૮ રનનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી અને બંને ઓપનર સસ્તામાં આઉટ થઈ ગયા હતા. અભિષેક શર્મા સાત અને સુકાની કેન વિલિયમ્સન ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. બાદમાં રાહુલ ત્રિપાઠી અને એઈડન માર્કરામે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
જાેકે, ૯૭ રનના સ્કોરે ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલ ૨૨ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે માર્કરામે ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૪૨ રન ફટકાર્યા હતા. ટોચના બેટર્સ આઉટ થઈ ગયા બાદ હૈદરાબાદ દબાણમાં આવી ગયું હતું. પરંતુ નિકોલસ પૂરને તાબડતોબ બેટિંગ કરી હતી. જાેકે, તેની આ બેટિંગ એળે ગઈ હતી. તેણે ૩૪ બોલમાં બે ચોગ્ગા અને છ સિક્સર સાથે ૬૨ રનની ઈનિંગ્સ રમી હતી. શશાંક સિંહે ૧૦ અને સીન એબોટે સાત રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સ માટે ખલીલ અહેમદે ત્રણ તથા શાર્દુલ ઠાકુરે બે વિકેટ ઝડપી હતી.
જ્યારે એનરિચ નોર્તજે, મિચેલ માર્શ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઓપનર ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલએ તોફાની બેટિંગ કરી હતી જેની મદદથી દિલ્હીએ મોટો સ્કોર નોંધાવ્યો હતો. દિલ્હીએ ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૭ રન નોંધાવ્યા હતા. જેમાં વોર્નર અને પોવેલે મોટી ભૂમિકા ભજવી હતી. બંને બેટર્સે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી અને બંનેએ અડધી સદી ફટકારી હતી. જાેકે, ટીમની શરૂઆત ખરાબ રહી હતી. મેચના પાંચમાં બોલ પર ટીમે મનદીપની વિકેટ ગુમાવી દીધી હતી.sss