Western Times News

Gujarati News

ગાંધીનગરના અઘ્યક્ષ સ્થાને અટલ ભૂજલ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

ગાંધીનગર,ભૂર્ગર્ભ જળ વ્યવસ્થાપનમાં સુઘારો લાવી ભૂગર્ભ જળને નીચ જતા રોકવાના ઉમદા આશયથી રાજયમાં ગાંધીનગર જિલ્લા સહિત ૬ જિલ્લામાં અટલ ભૂજલ યોજના અમલી બનાવવામાં આવી છે. તાજેતરમાં ગાંધીનગર જિલ્લામાં અટલ ભૂજલ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં અટલ ભુજલ યોજના અંતર્ગત જન સમુદાયની સહભાગીતા બનાવવામાં આવેલા ૧૯૨ ગામોમાં વોટર સિક્યોરીટી પ્લાનમાં જળપુરવઠો વઘારવા માટે રૂપિયા ૬૨૫૭ લાખના જળ સંચયના કામોનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમજ સૂક્ષ્મ સિંચાઇ પઘ્ઘતિનો વ્યાપ વઘારવા માટે રૂપિયા ૪૯૮૦ લાખના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ બેંક અને દેશના જલ શક્તિ મંત્રાલય દ્વારા અનુદાનિત અટલ ભુજલ યોજનાનું ગુજરાતમાં ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા અમલીકરણ કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં ભુગર્ભ જળનું વધુ પડતું ખેંચાણ ઘરાવતા ગાંધીનગર સહિત ૬ જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ લોકસમુદાય અને જળ વપરાશ કર્તાના સહયોગથી અમલમાં હોય તેવી જળ સંબંધિત યોજનાઓના સંકલન દ્વારા ટકાઉ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કરવાનું છે. આ યોજનાનું અમલીકરણ ગ્રામ પંચાયત કક્ષાએ કરવામાં આવે છે.

તાજેતરમાં મળેલ બેઠકમાં ગાંધીનગર જિલ્લા કલેકટર અને જિલ્લા પ્રોજેકેટ મેનેજમેન્ટ યુનિટના ચેરમેન ર્ડા. કુલદીપ આર્યએ દરેક ડી.આઇ.પી દ્વારા હાથ ઘરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ આ બેઠકમાં ઉપસ્થિત સંબંધિત જિલ્લાની કચેરીના અધિકારીઓને બજેટમાંથી વોટર સિક્યોરીટીમાં સુચવેલ કામોનો સમાવેશ ખાસ કરવો. તેમજ હાથ ઘરવામાં આવતી તથા બજેટમાં આયોજિત યોજનાની વિગતો કાર્યપાલક ઇજનેર, ડી.પી.એમ.યુ( અટલ ભુજલ), સુજલામ સુફલામ યુનિટ- ૨, ગાંધીનગરને આપવાનું ભારપૂર્વક અધિકારીઓને જણાવ્યું હતું.

તેમજ આ યોજના ઘ્યેયને સિધ્ધ કરવા સુચારું આયોજન કરવા માટે પણ ખાસ જણાવ્યું હતું.  આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાના ૨૫૮ ગ્રામ પંચાયત પૈકી ૧૯૨ ગ્રામ પંચાયતના વોટર સિક્યોરીટી પ્લાન, અટલ ભૂજલ યોજના અંતર્ગત નિમણૂંક કરવામાં આવેલા ડિસ્ટ્રીકટ ઇમ્પીમેન્ટેશન પાર્ટનર ( ડી.પી.એમ.યુ.) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, તેના ચર્ચા- વિર્મશ કરવામાં આવ્યો હતો. આ વોટર સિક્યોરીટી પ્લાનમાં સૂચવવામાં આવેલા જળ પુરવઠા વઘારવા માટે જળ સંચયના કામો અને જળ વપરાશ ઘટાડવા માટે સૂક્ષ્મ સિંચાઇ પધ્ધતિના ઉપયોગ જેવા કામો સંબંધિત વિભાગો દ્વારા તેમના બજેટમાંથી હાથ ખૂબ ઝડપથી હાથ ઘરવા માટે પણ કલેકટરએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.