રાજ્યમાં ૧૧થી ૧૭મે દરમિયાન ભારે પવન ફૂંકાવાની આગાહી
અમદાવાદ, રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે ૪૨.૫ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ સિવાય અમદાવાદનું તાપમાન સામાન્ય ઘટીને ૪૧.૬ ડિગ્રી નોંધાયું હતું. ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં ગરમી યથાવત જાેવા મળી હતી.
ત્યારે જ્યોતિષશાસ્ત્ર મુજબ, રાજ્યમાં મે મહિના દરમિયાન હવામાનમાં ઘણીવાર પલટાનાયોગ જણાઈ રહ્યા છે. ૧૧થી ૧૭ મે દરમિયાન રાજ્યમાંઆંધીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે.
જ્યાતિષના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં આંધી-વંટોળ સાથે પવનના યોગ ચાલી રહ્યાં છે. જેના કારણે ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાવવાની શક્યતાઓ છે. વળી આ વર્ષે તૃટિકા નક્ષત્ર હોવાના કારણે આંધીઓનું પ્રમાણ વધારે રહેશે. જ્યારે ૧૧થી ૧૭ મે દરમિયાન આંધીનું પ્રમાણ વધારે રહેશે.
જેની અસર બાગાયતી પાકો પર થવાની શક્યતાઓ વધારે છે. જેથી બાગાયતી પાકોને નુકસાન થવાની પણ ભીતી છે. આ સિવાય રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના સેવાઈ રહી છે.
જેમાં ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને દરિયાઈ ભાગોમાં વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
આ વરસાદને પ્રિ મોનસૂન એક્ટિવિટી ગણી શકાય. તો ૧૮ મેથી ૫ જૂન સુધી હવામાનમાં પલટાના યોગ અને ચક્રવાતની શક્યતા છે.
જાે કે, ચક્રવાત હળવા રહેશે. તો જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે કેટલાંક વિસ્તારોમાં વધુ વરસાદ થશે. આ સિવાય ૧૫ જૂન આસપાસ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. આ અનુમાન મુજબ, હવે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાવવાની શક્યતાઓ છે. જ્યારે કેટલાંક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતાઓ રહેલી છે.
રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં ૪૧.૮, ડીસામાં ૩૯, ગાંધીનગરમાં ૪૦.૮, વડોદરામાં ૪૦.૨, સુરતમાં ૩૫.૯, ભૂજમા ૪૦.૪, નલિયામાં ૩૫.૮, કંડલા એરપોર્ટમાં ૩૯.૫, અમરેલી ૪૦.૬, રાજકોટમાં ૪૧.૩, સુરેન્દ્રનગરમાં ૪૨.૫ અને કેશોદમાં ૩૭.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.SSS