હાઉસિંગ બોર્ડે વધારાના બાંધકામ તોડવાની જાહેરાત કરતા નાગરિકો લડી લેવાના મૂડમાં
અગાઉ સોલા વિસ્તારમાં રહીશોએ આંદોલન કરતા પેનલ્ટી માફ કરવી પડી હતી
(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઉસીગ બોર્ડે જુના સોસાયટીના મકાનોમાં કરેલા વધારાના બાંધકામ તોડી નાખવાની જાહેરાત કરતા નાગરીકોમાં રોષ ફેલાયો છે. જાે કે નારણપુરા અને સોલા વિસ્તારમાં આવેલી હાઉસીગની સોસાયટીઅમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.
સોસાયટીઓમાં ગ્રુપ મીટીગોનો દોર શરૂ થઈ ગયો છે. દરેક સોસાયટીના રહીશો એકસંપ થઈને લડી લેવાના મુડીમાં આવી ગયા છે. જાે હાઉસીગ બોર્ડ મકાનો તોડવાની કામગીરી કરશે નાગરીકો આંદોલન કરશે.
સોલા-નારણપુરા વિસ્તારના રહીશોનું કહેવું છેકે, હાઉસીગના મકાનો બનાવ્યા પછી હાઉસીગ બોર્ડના એકપણ અધિકારી રોડ રસ્તાઓ કે લાઈટો ચાલુ છે. કે નહી તેનું ઈન્સ્પેકશન કરવા ગયા નથી. નાગરીકોને સમસ્યા અંગે કોઈ વિચાર કર્યો નથી. મકાનો તોડી પાડવાની જાહેરાત કરતા પહેલા લોકો સાથે વાતચીત કરીને સાચી વાત જાણવી જાેઈએ.
કેટલીક સોસાયટીઓ ૧૯૭ર-૭૩ માં બની હતી. નાગરીકોએ હપ્તાની પુરી રકમ ચુકવી દીધી ત્યાર પછી ૧૯૯ર-૯૩માં દસ્તાવેજ મુળ માલીકના નામે કરી આપ્યા હતા. મકાનના દસ્તાવેજાે થયાના થોડા વર્ષો પછી મકાનની આજુબાજુ મળતી માર્જીનની જગ્યા પર વધારાનું કન્સ્ટ્રકશન કરીને વિસ્તાર વધાર્યો હતો.
કોન્ટ્રાકટરો દ્વાા એએમસીમાં પ્લાન પાસ કરીને મકાનનું એકસટેન્શન કર્યું હતું. જાે પ્લાન્ટ પાસ કર્યો હોય તો હાઉસીગ બોર્ડ અને એેએમસી વચ્ચે સંકલન નથી તેવો પ્રશ્ન ઉભો થાય છે. પલ્લવ ચાર રસ્તા પાસે બે હાઉસીગની સોસાયટીઓનું રીડેવલપમેન્ટ શરૂ કરી દેવાયું છે. બાંધકામ તોડવાની જાહેરાત બિલ્ડરના ઈશારે કરાઈ હોવાનું નાગરીકો જણાવી રહયા છે.