યુએસમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા છ ભારતીયની ધરપકડ

OLYMPUS DIGITAL CAMERA
અમેરિકાની વિવિધ એજન્સીઓના સહિયારા પ્રયાસથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતા
કેનેડા બોર્ડરથી જનારા ભારતીયોની બોટ ડૂબી ગઈ
ન્યૂ યોર્ક,કેનેડા બોર્ડરથી ગેરકાયદેસર રીતે અમેરિકા ઘુસવાનો પ્રયત્ન કરી રહેલા છ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા તમામ યુવાનોની ઉંમર ૧૯-૨૧ વર્ષ સુધીની હતી. તેઓ હોડીમાં બેસીને અમેરિકા જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે અમેરિકન બોર્ડર ઓથોરિટીએ તેમને પકડી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા ગુરુવારના રોજ જાણકારી આપવામાં આવી કે રેન્ટ રેગિસ મોહોક ટ્રાઈબલ પોલીસ ડિપાર્ટમેન્ટ, ઓક્વોસેન મોહોક પોલિસ સર્વિસ, અમેરિકન બોર્ડર પેટ્રોલ એજન્ટ્સ સહિતની વિવિધ એજન્સીના સહયારા પ્રયાસથી ગુરુવારની વહેલી સવારે ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે જેટલા યુવાનોની ધરપકડ કરવામાં આવી તેમાંથી છ યુવા ભારતીયો છે.
અને તેમની ઉંમર ૧૯થી ૨૧ વર્ષ સુધીની છે. સાતમો વ્યક્તિ અમેરિકાનો નાગરિક હતો. તેની સામે પણ એલિયન સ્મગલિંગનો ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે એલિયન સ્મગલિંગનો ગુનો નોંધાય તો દંડ અને ૧૦ વર્ષ સુધીની જેલની સજા મળી શકે છે. ઓક્વિસેન મોહોક પોલીસ સર્વિસને ગત સપ્તાહમાં શંકાસ્પદ ગતિવિધી જાેવા મળી હતી. તેમણે આ બાબતને જાણ સેન્ટ રેજિસ મોહોક ટ્રાઈબલ પોલીસ ડિપાર્ટમેન્ટને કરી હતી. તેમણે જાણકારી આપી હતી કે, કેનેડાથી અમેરિકા તરફ એક હોડી આગળ વધી રહી છે.
પોલીસ વિભાગને હોડી વિશે જાણકારી મળી હોવાને કારણે તેમણે તેના પર નજર રાખી હતી. આ દરમિયાન તેમણે જાેયું કે નાવડી ડૂબી રહી છે. બોર્ડ પેટ્રોલ એજન્ટ્સ અને ૐછફહ્લડ્ઢની ટીમ હોડીને શોધવા માટે પહોંચી. ટીમ મદદ માટે પહોંચી ત્યારે હોડી લગભગ ડૂબી ગઈ હતી. હોડીમાં લાઈફ જેકેટ્સ અથવા સુરક્ષાના અન્ય સાધનો પણ નહોતા. ટીમ દ્વારા સાત લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી મહિનામાં ચાર ભારતીયોનો એક પરિવાર કેનેડા-અમેરિકા સરહદથી લગભગ ૧૨ કિમી દૂર મેનિટોબાના ઈમર્સન નજીક મૃત અવસ્થામાં મળ્યો હતો. તે પરિવાર પગપાળા કેનેડાથી અમેરિકામાં ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે સમયે પણ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અન્ય સાત ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનયી છે કે, ઘણાં ભારતીયો અમેરિકામાં વસવાટ કરવા માટે આ પ્રકારના ગેરકાયદેસર રસ્તાઓ અપનાવતા હોય છે.sss