પતિ-પત્ની ને સાથે રહેવા ન મળતાં ભાગી જવાનું નક્કી કર્યું
બંનેના પરિવારોએ લાકડીઓથી એકબીજા પર હુમલો કર્યો.
ઓઢવમાં રહેતી લક્ષ્મી પ્રજાપતિના લગ્ન ૨૦૧૩માં ગોવિંદ પ્રજાપતિ સાથે થયા હતા, બંને સગીર વયના હતા
અમદાવાદ,સામાન્ય રીતે જાેયું હશે કે પ્રેમલગ્નની વિરુદ્ધમાં પરિવારજનો હોય ત્યારે તેઓ પ્રેમીજાેડાને અલગ કરવા આકાશ-પાતાળ એક કરી નાખે છે. પરંતુ અહીં તો બાળપણમાં જ ગોઠવાયેલા લગ્ન બાદ જ્યારે છોકરો-છોકરી સગીર થઈ જાય અને સાથે રહેવા ઈચ્છે પરંતુ પરિવારો આડે આવ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. કન્યાની કિંમતને લઈને બે પરિવારો વચ્ચે વિખવાદ સર્જાયો જેનું પરિણામ પતિ-પત્નીને ભોગવવું પડ્યું. પરિવારોના ઝઘડાને લીધે પતિ-પત્નીને વારંવાર અલગ થવું પડતું હતું એટલે તેમણે ભાગી જવાનું નક્કી કર્યું. બુધવારે ૧૯ વર્ષીય છોકરી પોતાના ૨૩ વર્ષના પતિ સાથે ભાગી ગઈ હતી.
ગુરુવારે આ મુદ્દે બંને પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મારામારી પણ જે બાદ તેમણે આ યુવક-યુવતીની શોધખોળ શરૂ કરી હતી. આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓના જણાવ્યા અનુસાર, ઓઢવમાં રહેતી લક્ષ્મી પ્રજાપતિના લગ્ન ૨૦૧૩માં ગોવિંદ પ્રજાપતિ સાથે થયા હતા. બંને સગીર વયના હતા ત્યારે જ પરિવારોની મરજીથી તેમના લગ્ન ગોઠવાયા હતા. એ સમયે બોલી કરવામાં આવી હતી કે, ગોવિંદના માતાપિતા લક્ષ્મીને ઘરેણાં આપશે અને ત્યાર પછી જ તેને પતિ સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે.
ગોવિંદના માતાપિતા આ વચન પાળી ના શકતાં લક્ષ્મીના પરિવારે તેને સાસરે મોકલવાનો ઈનકાર કરી દીધો. દરમિયાન, લક્ષ્મી અને ગોવિંદે એકબીજાના મોબાઈલ નંબર લઈ લીધા હતા અને નાસી જઈને જાેડે રહેવાનો પ્લાન બનાવ્યો હતો. બુધવારે લક્ષ્મીએ પોતાના પરિવારને જણાવ્યું કે, તે કંઈક કામ માટે નિકોલ જાય છે. પરંતુ સાંજ સુધી તે પાછી નહોતી ફરી. તેણે ગોવિંદને ફોન કરીને ઉજાલા સર્કલ પાસે મળવા બોલાવ્યો હતો અને ત્યાંથી તેઓ કોઈ અજાણ્યા સ્થળે ભાગી ગયા છે.
આ તરફ તેમના પરિવારો આનંદનગરમાં આવેલા સૂર્યનગર શાક માર્કેટમાં ભેગા થયા અને એકબીજા પર લાકડી અને લોખંડના સળિયાથી હુમલો કર્યો. આ હુમલામાં છ લોકોને ઈજા પહોંચી છે. બંને પરિવારોએ સામસામે ફરિયાદ નોંધાવી છે.sss