Western Times News

Gujarati News

મેઘરજના પાસે તુફાન જીપ અને બાઈક વચ્ચે અકસ્માત:બાઈક ચાલકનુ મોત

અરવલ્લી:અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી રોડ પર આવેલ હીરાટીંબા પાટીયા પાસે શુક્રવારના રોજ તુફાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકનુ મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.

બાંઠીવાડા હીરોલા ગામના પ્રતાપભાઈ ખાતરાભાઈ ડામોરનો પુત્ર મહેશ ડામોર અગિયારેક વાગ્યાના અરસામાંથી પોતાના ઘરેથી મજુર લેવા બાઈક લઈને નીકળ્યો હતો તે દરમિયાન હીરાટીંબા પાટીયા પાસે રામગઢી તરફથી કાળ બનીને આવતી ઈડન શાળાની સર્વ શીક્ષા અભિયાન ટ્રાન્સપોર્ટેશન સુવિધાની તુફાન જીપ અને બાઈક વચ્ચે ઘમખ્વાર અકસ્માત સર્જાયો હતો

જે અકસ્માતમાં બાઈક ચાલક મહેશ ડામોરને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રસ્તામાંજ સારવાર પહેલા મોત નીપજ્યુ હતુ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં હાજર તબીબે મહેશભાઈ પ્રતાપભાઈ ડામોર ઉ.વ.આ.૨૧ ને મૃત જાહેર કરતા પરીવારજનોમાં આક્રંદ છવાયો હતો આ અકસ્માત અંગે મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતકનુ મેઘરજ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ કરાવી જીપ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.