Western Times News

Gujarati News

સંતરામપુર તાલુકા મથકે નવ નિમિઁત બનેલ અદ્યતન બસ સ્ટેશનનું ઉદધાટન

સંતરામપુર તાલુકા મથકે નવ નિમિઁત બનેલ નવીન અદ્યતન બસ સ્ટેશન નું ઉદધાટન કરીને આ નવીન બનેલ બસસ્ટેન્ડ સંતરામપુર ને કડાણા તાલુકા ની મુસાફર જનતા માટે તા. 04.06.21 ના રોજખુલ્લુ મૂકવામાં આવ્યુ હતુ .આ સંતરામપુર નું નવીન બસ સ્ટેશન પરથી સંતરામપુર. કડાણા ને ફતેપુરા તાલુકાનાં મુસાફર જનતા ની મોટાપાયે અવરજવર કરે છે. ને આ એસ.ટી. ડેપો નો બસમાં મુસાફરી કરવા માટે ઉપયોગ કરે છે. આ સંતરામપુર નું નવીન બસ સ્ટેશન બનાવી ને તેને મુસાફર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ તો ખરું પરંતુ અગિયાર માસ થઈ ગયાં છતાં આ સંતરામપુર નું નવીન બસ સ્ટેશન માં સી.સી.ટીવી કેમેરા આજદિન સુધી એસટી વિભાગે લગાવેલ નથી.

એસટી બસ મારફતે મુસાફરી કરી રહેલ મુસાફરો ની સુરક્ષા માટે ને તેમના સામાન ની સુરક્ષા માટે આ બસસ્ટેશન સંતરામપુર માં ને તેનાં પરિસરમાં વહેલાં માં વહેલી તકે વાહનવ્યવહાર નિગમ દવારા સી.સી.ટીવી કેમેરા ફીટ કરવામાં આવે ને મુસાફર જનતા ની સુરક્ષા માં આ કામગીરી પત્યે રાજય સરકાર દ્વારા પણ અગ્રિમતા અપાય તે માટે ની માં ગ ઊઠેલ છે. આ બસસ્ટેશન માં અનેક વાર મુસાફર ના ખિસ્સા કપાયા ના ને ચીલઝડપના બનાવો બનેલ છે. જે થી આવા ગુનાના બનાવો અટકે તે માટે પણ આવા જાહેર સ્થળો પર સી.સી.ટીવી કેમેરા લગાવવા પત્યે એસટી નિગમ દવારા શા માટે ભારે ઊદાસીનતા દાખવાઈ રહેલ છે તે એક ચચાઁ નો વિષય બનેલ છે.

હાલની કાળઝાળ ગરમી માં પંખા આ બસસ્ટેશન માંના સીલીંગ ફેન પણ ચાલુ રાખવામાં ધાંધિયા કરાતાં જોવા મળે છે. અમુક પંખા ચાલુ રખાય ને અમુક પંખા બંધ રખાતા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે મુસાફર જનતા માટે લગાવેલ તમામ પંખા આ બસ ડેપોનો વહીવટ કરનાર દવારા ચાલું રખાય તે જરુરી છે.સંતરામપુર એસટી ડેપો નો વહીવટ કથળેલ જોવા મળે છે ને આ ડેપો મુસાફર જનતા ને સુવિધાઓ આપવામાં ઉણો ઉતરેલ જોવા મળે છે.
સંતરામપુર. ઈન્દ્રવદન વ પરીખ. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.