Western Times News

Gujarati News

ત્રણ દિવસમાં 12 ટેન્કરો દ્વારા સંતરામપુરના 30 જેટલા ગામોમાં પીવાનું પાણી પહોંચાડાયું

પ્રતિકાત્મક

કડાણા જુથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણીનું  વિતરણ મોટરોની  યાંત્રીક ખામીના લીધે ધોંચમાં પડતા ટેંકરો દવારા ગામડાઓમાં પાણીનું વિતરણ શરું કરાયેલ જોવાં મળે છે. 

કડાણા-સંતરામપુર તાલુકાના 134 ગામોમાં પાણીની સમસ્યા હલ કરવા પાણી પુરવઠા સંતરામપુર દ્વારા ત્રણ દિવસમાં 12 ટેન્કરો ના સહારે 30 જેટલા ગામોમાં પીવાનું પાણી પહોંચાડેલ છે ને અન્ય ગામડાઓમાં  પણ ટેંકરો દવારા પીવાનું પાણી નું વિતરણ ચાલુ છે .

કડાણા જુથ પાણીપુરવઠા યોજના હેઠળ હેઠળના ગામડાઓમાં પાણી અનિયમિત ને વિતરણમાં મુશ્કેલી સજાઁતા પાણી ના પોકારો ઉઠતાં તંત્રને પાણી પુરવઠા ના સતતાધીશો સફાળા જાગી ને ટેંકરો દવારા ગામડાઓમાં પાણી નું વિતરણ શરું કરાયેલ જોવાં મળે છે.

સંતરામપુર – કડાણા તાલુકાના 134 જેટલા ગામોમાં છેલ્લા એક માસથી પીવાના પાણી માટે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે જ્યારે ઉનાળો આકરો બન્યો છે ત્યારે હવે આ ગામોમાં  પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઇ રહી છે હાલ પાણીના ટીપે ટીપા માટે લોકો અને પશુ વલખા મારી રહ્યા છે

ત્યારે પીવાના પાણી માટે રઝળપાટ કરતા લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘર આંગણે પાણી મળી રહે તે માટે ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા પાણી પુરવઠા (સિવિલ) વિભાગ દ્વારા કરવામાં આવી  રહી છે છેલ્લા એક માસથી પીવાના પાણી માટે વલખાં મારી ત્રાહીમામ પોકારી ગયેલ પ્રજા માટે આખરે પાણી પુરવઠા વિભાગ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 12 જેટલા નાના મોટા ટેન્કરો મારફતે છેલ્લા કેટલાક  દિવસો થી ચૂંથાના મુવાડા.ગોધર.નાની ખરસોલી.લપણીયા.ખેરવા.લીમડી.વાયોના મુવાડા મળી

30 જેટલા ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામા આવી રહેલ  છે.  જેમા 22000 લીટર ક્ષમતા વાળા 5 અને 5000 લીટર ક્ષમતા વાળા 7 ટેન્કર દ્વારા રાત-દિવસ પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે જે ગામોમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નથી મળ્યું તેવા ગામોમાં પહેલા પાણી પુરુ પાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે

ત્યારે પાણી પુરવઠા (યાત્રિક) વિભાગ દ્વારા પાછલા એક માસમાં માત્ર એક મોટર જુથા પાણી પુરવઠા યોજના હેઠળની તૈયાર કરતાં પાણી પુરવઠો વિતરણ કરવામાં મુશ્કેલી સજાઁયેલ  ને તેથી સંતરામપુર ને કડાણા   તાલુકાની પ્રજાને આ સ્થિતિમાં પાણી પુરું પાડવું અશક્ય બનતાં પાણી ની સ્થિતિ વિકટ બનતાંને આખરે કોઈ વિકલ્પ ન બચતા પાણી પુરવઠા (સિવિલ) વિભાગ દ્વારા પોતે ગામે ગામ ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચાડવાનું આયોજનકરીને  જ્યા સુધી અન્ય મોટરો રીપેરીંગ નહીં થાય ત્યાં સુધી બે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા ની પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે  ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવશે તેવું પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવ્યું હતું

(1)હાલમાં એક મોટર ચાલુ છે આ સ્થિતિમાં પાઈપ લાઈન દ્વારા પાણી પુરું પડવું અશક્ય છે અમારા મુખ્ય ઈજનેર અને અધીક્ષક ની સૂચનાથી અત્યારે આ ગામોમાં જ્યા સુધી મોટર રીપેરીંગ નહિ થાય ત્યાં સુધી ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવશે.) પ્રતીક પીઠવા. કાર્યપાલક ઈજનેર. પાણી પુરવઠા.સિવિલ)

(2) અત્યાર સુધી 30 જેટલા ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે 22000 હજાર લીટરના 5 અને 5000 લીટરના 7 ટેન્કરો મારફતે  પાણી વિતરણ કરવામાં આવી રહેલ જોવા મળે છે.

–(કોઈ ગામમાં ટેન્કર ની વ્યવસ્થા હોય અને પાણી લઈ જવા માંગતા હોય તો મારુંવાડા કેનાલ પાસે આવેલ સ્ટેશન ઉપરથી વિના મૂલ્યે  પાણી ભરી આપવામાં આવશે..તેમ પાણી પુરવઠા વિભાગ. સંતરામપુર દવારા જણાવાયેલ છે. .)
તસવીર. આઈ.વી. પરીખ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.