ચેક રિટર્ન કેસમાં ઇડરના પાનોલના એક શખ્સને એક વર્ષની સજા અને દંડ
ઇડર તાલુકાના પાનોલ ગામ ના એક શખ્સે ખેડબ્રહ્મા રહેતા મિત્ર પાસેથી ૨-૮૦લાખ ઉછીના લીધેલ જે પેટે આપેલ ચેક રિટર્ન થતાં ખેડબ્રહ્માની કોર્ટે એક વર્ષની કેદની સજા કરી હતી.
ઇડર તાલુકાના પાનોલ ગામના પટેલ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ પટેલે ખેડબ્રહ્મા ખાતેના તેમના મિત્ર પટેલ ઉમેશભાઈ આત્મારામભાઈ પાસેથી ઓક્ટોબર 2016 માં 2.80 લાખ ઉછીના લીધેલા હતા ઉમેશભાઈ એ ઉઘરાણી કરતા મહેસાણા અર્બન કો-ઓપ બેંક લી શાખાનો ચેક આપેલ જે ચેક 1- 8- 2017
ખેડબ્રહ્માની દેના બેન્કમાં ભરતા ઓછા બેલેન્સ ને કારણે ચેક રિટર્ન થતાં અને સંતોષકારક જવાબ ન આપતા ઉમેશભાઈ એ ખેડબ્રહ્મા ની કોર્ટમાં ફરિયાદ કરતાં આ કેસ ચાલતા ફરિયાદીના વકીલ શ્રી જગદીશભાઈ બી. સુથાર ની ધારદાર દલીલોને ધ્યાને લઇને ખેડબ્રહ્મા કોર્ટે આરોપીને ૫-૬૦,લાખ દંડ અને એક વર્ષની સજા અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા ફટકારી હતી.