Western Times News

Gujarati News

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સરફરાઝને કપ્તાન પદેથી હટાવી દીધો

ઇસ્લામાબાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શુક્રવારે સરફરાઝ અહેમદને કપ્તાન પદેથી હટાવ્યો હતો. તેની જગ્યાએ અઝહર અલી ટેસ્ટ અને બાબર આઝમ ટી-૨૦ ટીમની કપ્તાની કરશે. પાકિસ્તાને આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા લીધો છે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટી-૨૦ અને અને બે ટેસ્ટ મેચ રમશે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન પછી આ નિર્ણય લીધો છે. આ મહિને શ્રીલંકા સામેની ટી-૨૦ સીરિઝ પાકિસ્તાન ૦-૩થી હાર્યું હતું. તે પછી કપ્તાન સરફરાઝ અને કોચ મિસ્બાહ ઉલ હક વચ્ચે મતભેદની વાતો સામે આવી રહી હતી.

સરફરાઝ હેઠળ પાકિસ્તાન ૨૦૧૯ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવામાં અસફળ રહ્યું હતું. તે પછી ઘરઆંગણે શ્રીલંકા સામે ૦-૩થી હાર્યું હતું. તેઓ ટી-૨૦ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. સરફરાઝની કપ્તાનીમાં પાકિસ્તાન ૨૦૧૭માં ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું.

સરફરાઝે સત્તાવાર નિવેદન આપતા કહ્યું કે, મારા માટે પાકિસ્તાનની કપ્તાની કરવી ગર્વની વાત રહી છે. હું મારા તમામ સાથીયો, કોચીઝ અને સિલેક્ટર્સનો આભાર માનું છું. અઝહર અલી અને બાબર આઝમ સાથે પાકિસ્તાન ક્રિકેટ ટીમને મારી શુભકામનાઓ. આશા રાખું છું કે તેઓ ટીમને મજબૂત બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.