Western Times News

Gujarati News

FATF તરફથી પાકિસ્તાનને કોઈ રાહત આપવામાં આવી નથી

તેને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવ્યું છે અને ૨૭ મુદ્દાઓને પૂરા કરવા માટે ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીનો સમય આપ્યો છે

ઇસ્લામાબાદ, આતંકવાદીઓનું હમદર્દ પાકિસ્તાન ટેરર ફંડિંગને લઇને અત્યારે બ્લેકલિસ્ટ થવાથી બચી ગયું છે. તેને આગળ કેટલાક વધારે મહિના મળ્યા છે. શુક્રવારનાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફાર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી તે સંપૂર્ણ એક્શન પ્લાન તૈયાર કરીને તેના પર આગળ વધે. જો નિર્ધારિત સમયમાં પાકિસ્તાન આવું કરવામાં અસફળ રહેશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનની સાથે કોઇ પણ પ્રકારની લેવડ-દેવડ પર અને બિઝનેસ પર પણ સભ્યોને નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ તરફથી પાકિસ્તાનને કોઈ રાહત આપવામાં આવી નથી. તેને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવ્યું છે અને ૨૭ મુદ્દાઓને પૂરા કરવા માટે ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીનો સમય આપ્યો છે. જો પાકિસ્તાન આપવામાં આવેલી મર્યાદા સુધીમાં આતંકીઓને ફન્ડિંગ અને મની લોન્ડરિંગ મુદ્દે કોઈ ચોક્કસ કાર્યવાહી નહીં કરે તો એફએટીએફ તેની સામે કડક કાર્યવાહી કરશે. એફએટીએફએ પાકિસ્તાનને કહ્યું છે કે, તેઓ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી તેમની કાર્ય યોજનાને ઝડપથી પૂરી કરવાનો એક્શન પ્લાન આપે. જો તેઓ આપેલી મુદ્દતમાં ચોક્કસ પગલાં નહીં લે તો એફએટીએફ તેમની સામે કડક કાર્યવાહી કરશે. જેમાં એફએટીએફના સભ્યો પાકિસ્તાન સાથે વેપારી સંબંઘો, લેણ-દેણ પર વિશેષ ધ્યાન આપવાનો આગ્રહ કરશે.

૩૬ દેશો વાળા એફએટીએફ ચાર્ટર પ્રમાણે કોઈ પણ દેશને બ્લેક લિસ્ટ કરવા માટે ઓછામાં ઓછા ત્રણ દેશોના સમર્થનની જરૂર હોય છે. નોંધનીય છે કે પાકિસ્તાન હાલ ગ્રે લિસ્ટમાં છે અને તે એની બહાર આવવાનો પ્રયત્ન કરે છે. હ્લછ્‌હ્લએ મની લોન્ડરિંગ અને આતંકવાદ ફન્ડિંગ વિરુદ્ધ કાર્યવાહી પૂરી કરવા માટે તેમને ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે.

આ પહેલાં ચીન, તુર્કી અને મલેશિયાએ પાકિસ્તાન દ્વારા આતંક વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીના વખાણ કર્યા હતા. જ્યારે ભારતે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની ભલામણ કરી હતી. ભારતનું કહેવું છે કે, પાકિસ્તાને હાફિઝ સઈદને તેમના ફ્રિઝ ખાતાઓમાંથી ધન કાઢવાની મંજૂરી આપી છે. ચીન, મલેશિયા અને તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યા બાદ માનવામાં આવી રહ્યું હતુ કે તે બ્લેકલિસ્ટ થવાથી બચી શકે છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે પાકિસ્તાનને લાગ્યું કે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે, તો તે દુનિયાનાં ઘણા દેશોને પોતાના પક્ષમાં લેવાના પ્રયત્ન કરવા લાગ્યું. કાશ્મીર પર પાકિસ્તાને જૂઠી વાતો ફેલાવવાની શરૂઆત કરી અને ભારતની વિરુદ્ધ પોતાના એજન્ડાને આગળ વધારતા ચીનની સાથે સાથે તુર્કી અને મલેશિયા સાથે પણ સારા સંબંધો બનાવ્યા. કાશ્મીર પર તુર્કી અને મલેશિયાનાં વલણથી સ્પષ્ટ થઈ ગયું હતુ કે ચીનની સાથે સાથે આ બે દેશો પાકિસ્તાનને બ્લેકલિસ્ટ થતા બચાવી શકે છે. એફએટીએફએ જૂન ૨૦૧૮માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખ્યુ હતુ અને ૨૭ પોઇન્ટનો એક્શન પ્લાન લેતા એક વર્ષનો સમય આપ્યો હતો. આમાં મની લાન્ડ્રિંગ અને આતંકી ફંડિંગ રોકવામાં અસફળ અને આતંકવાદીઓ અને તેના સંગઠનોની વિરુદ્ધ યોગ્ય પગલા ના ઉઠાવવાને લઇને આ સુધરવાની અંતિમ ચેતવણી જેવું છે. જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું હોત તો તેણે આર્થિક મદદ લેવામાં ઘણી જ મુશ્કેલીઓનો ઉભી થાત. આ યાદીમાં નામ આવ્યા બાદ પાકિસ્તાનમાં વિદેશી રોકાણનાં રસ્તા પણ બંધ થઈ જાત. બ્લેક લિસ્ટ થયા બાદ વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ પાકિસ્તાનની રેટિંગ ઓછી કરી શકતી હતી અને પાકિસ્તાન માટે વિશ્વ બેંક અને આઇએમએફ પાસેથી પૈસા લેવા મુશ્કેલ થાત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.