ગૃહમંત્રી અમિત શાહે અર્ધલશ્કરી દળોની ૧૦૭ કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોના વેચાણની શરૂઆત કરાવી

નવીદિલ્હી, કેન્દ્ર સરકારની “સ્વદેશી” ઝુંબેશ અર્ધલશ્કરી દળોની કેન્ટીન સાથે હાથથી બનાવેલા ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કરીને સમગ્ર ભારતમાં વિસ્તરણ માટે શરૂ થઈ.
ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સોમવારે ૧૦૭ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કર્યું અને કહ્યું કે દેશમાં અર્ધલશ્કરી દળોની તમામ કેન્ટીન ટૂંક સમયમાં ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કરશે.“ગાંધીજી માટે, ખાદી સ્વદેશીનું પ્રતીક હતું અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્ત્મનિભર ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું સાધન પણ છે. ખાદી પોતે શુદ્ધતાની ખાતરી આપે છે.
મને આનંદ છે કે ૧૦૭ અર્ધલશ્કરી કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ થઈ ગયું છે અને ખૂબ જ ટૂંક સમયમાં ખાદી ઉત્પાદનો દેશભરની તમામ અર્ધલશ્કરી કેન્ટીનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, એમ ગૃહમંત્રીએ આસામના તામૂલપુર ખાતે સેન્ટ્રલ વર્કશોપ અને સ્ટોર્સના શિલાન્યાસ સમારોહ દરમિયાન લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા,કેવીઆઇસીના અધ્યક્ષ શ્રી વિનય કુમાર સક્સેના, ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લા અને બીએસએફઅને ના સીઆરપીએફના મહાનિર્દેશક ઉપસ્થિત રહ્યા હતા.
શાહે દેશમાં ટકાઉ ગ્રામીણ રોજગાર સર્જવા માટે કેવીઆઇસીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે કેવીઆઇસીની મુખ્ય યોજનાઓ જેવી કે હની મિશન, કુમ્હાર સશક્તિકરણ યોજના, ચામડું અને સુથાર સશક્તીકરણ યોજનાઓ આસામના બોડોલેન્ડમાં ટકાઉ રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે.
“જાે કેવીઆઇસી લોકોને તેની સ્વ-રોજગાર પ્રવૃત્તિઓ સાથે જાેડવાનું શરૂ કરે છે, તો તે ચોક્કસપણે બોડોલેન્ડમાં બેરોજગારીની સમસ્યાને નાબૂદ કરશે અને બોડો યુવાનોને પણ રાષ્ટ્રના વિકાસ સાથે ફરીથી જાેડશે, જેમણે શસ્ત્રો છોડી દીધા હતા,” તેમ તેમણે કહ્યું હતું.
ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ, કેવીઆઇસીએ ૨૦૨૧-૨૨માં ૧.૧૫ લાખ કરોડ રૂપિયાનું ઐતિહાસિક ટર્નઓવર મેળવ્યું હતું, જે લગભગ ૨૫૦% ની વિશાળ વૃદ્ધિ નોંધાવી હતી.
અગાઉ, સ્વદેશીને આગળ વધારવા માટે, ગૃહમંત્રીએ તમામ સીએપીએફ કેન્ટીન માટે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન દ્વારા વધુમાં વધુ “સ્વદેશી” ઉત્પાદનોનું વેચાણ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. શરૂઆતમાં, રાષ્ટ્રીય ધ્વજ, કપાસના ટુવાલ, મધ, કાચી ઘની સરસવનું તેલ, અગરબત્તી, દાળિયા, પાપડ, અથાણું, આમળાના ઉત્પાદનો વગેરે સહિત ૩૨ ઉત્પાદનો દિલ્હી દ્ગઝ્રઇ, પંજાબ, હરિયાણા, ગુજરાત, ઉત્તરપ્રદેશ, આસામ અને અન્ય રાજ્યો સ્થિત કેન્ટીનમાં સપ્લાય કરવામાં આવશે.
સરસવના તેલ, કોટન ડ્યુરી અને વૂલન ધાબળાના સપ્લાય માટે અર્ધલશ્કરી દળો સાથે કેવીઆઇસીના ઐતિહાસિક કરારો પછી આ વિકાસ થયો છે. અત્યાર સુધીમાં, કેવીઆઇસીએ વિવિધ અર્ધલશ્કરી દળોને લગભગ રૂ. ૧૭ કરોડના ઉત્પાદનો સફળતાપૂર્વક સપ્લાય કર્યા છે.
સપ્લાયમાં રૂ. ૫.૫૦ કરોડની કિંમતના ૩ લાખ કેજી (૩૦૦૦ એમટી) કાચી ઘની સરસવનું તેલ, રૂ. ૧૧ કરોડની કિંમતની ૨.૧૦ લાખ કોટન બેડ ડ્યુરી અને રૂ. ૪૦ લાખની કિંમતના વૂલન ધાબળાનો સમાવેશ થાય છે. નોંધપાત્ર રીતે, અર્ધલશ્કરી કેન્ટીન ખાદી ઉત્પાદનોના વેચાણ માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે અને તેની સીધી અસર દ્ભફૈંઝ્રના ઉત્પાદન અને વેચાણ પર પડશે.
અર્ધલશ્કરી દળોને ખાદી ઉત્પાદનોની વિશાળ શ્રેણી સપ્લાય કરવા માટે મોડલીટીઝ પર કામ કરવામાં આવી રહ્યું છે જેમાં ખાદી ફેબ્રિક અને તૈયાર વસ્ત્રો, સૌંદર્ય પ્રસાધનો અને ખાદ્યપદાર્થો અને હર્બલ ઉત્પાદનોનો સમાવેશ થશે.HS