દવાઓ, વેકસીન અને સાધનોની તપાસ માટે યુનિ.ઓમાં કોર્સ શરૂ થશે
(એજન્સી)અમદાવાદ, ભારત સરકાર દ્વારા હેલ્થ ટેકનોોલજી એસેસમેન્ટ સીસ્ટમ લાગુ કરવામાં આવી ેછેત્યારે આ એસેસમેન્ટ પ્રક્રિયામાં પ્રોફેશનલ તાલીમ પામેલા યુવાનો મળી શકે તે માટે હવે યુનિ. ઓમાં હેલ્થ ઈકોનમીસ એન્ડ ટેકનોલોજી એસેસમેન્ટ કોર્સ શરૂ કરાશે.
યુજીસીએ તમામ કેન્દ્રની સુચનાથી યુનિ.ઓ અને કોલેજાે સહીતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને હેલ્થ ટેકનોલોજી એસેસમેન્ટ માટેનો માસ્ટર ઓફ સાયન્સનો સ્પેશફાલાઈઝડ ડીગ્રી કોર્સ શરૂ કરવા માટે તાકીદ કરી છે. દવાઓ,વેકસીન બાયોલોજીકસ મેડીકલ ડીવાઈસીસ, સાધનો સહીત હેલ્થકેર ક્ષેત્રે પારદર્શક અને પદ્ધતિસરનું મજબુત મૂલ્યાંકન થાય તે માટે ભારત સરકાર દ્વારા હેલ્થ ટેકનોલજી એસેસમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે.
આ એસેસમેન્ટ પ્રક્રિયામાં તાલીમ પામેલા યુવાનો મળી શકે તે માટે હાલ દેશમાં કોઈ પણ ફોર્મલ માસ્ટર લેવલનો સ્પેશલાઈઝડ ડીગ્રી કોર્સ નથી. ઉપરાંત દેશમાં હેલ્થ ટેકનોલોજી એસેમેન્ટ માટેની પુરતી ટ્રેનીગ ફેસીલીટી પણ હજુ નથી. જેથી કેન્દ્ર સરકારની સુચનાથી યુજીસી દ્વારા તમામ યુનિ.ઓ કોલેજાેને હેલ્થ ઈકોનોમીકસ એન્ડ ટેકનોલોજી એસેમેન્ટ એચઈટીએ કોર્સ શરૂ કરવા આદેશ કર્યો ેછ.
આ કોર્સનો સંપૂર્ણ અભ્યાસકર્મ, મોડયુલસ અને નિયમો પણ કેન્દ્રના આરોગ્ય વિભાગના ડીએનઆર પોસ્ટ ગ્રેજયુેએટ ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ એજયુકેશન રીસર્ચ અને આઈસીએમઆર નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એપીડીએમલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને જેને કેન્દ્ર સરકારના મેડીકલ ટેકનોલોજી એસેમેન્ટ બોર્ડ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. યુજીસીએ તમામ ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓ માસ્ટર ડીગ્રી લેવલને એમ.એસસી કોર્સ શરૂ કરવા તાકીદ કરી છે.