ભારતી આશ્રમમાં ખોટાં વિલ મુદ્દે ઋષિ ભારતી સામે ફરિયાદ
અમદાવાદ, અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમના વિવાદમાં હવે હરિહરાનંદ બાપુ તરફથી ઋષિ ભારતી બાપુ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરુ કરાઈ છે. હરિહરાનંદ વતી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે યદુનંદસ્વામી તેમજ અન્ય સાધુઓ આજે બપોરે ૧૨ વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
તેમનો આક્ષેપ છે કે આશ્રમની જમીન હડપ કરવા માટે ભારતી બાપુએ ખોટું વિલ બનાવડાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ જ વિવાદમાં હરિહરાનંદ બાપુ ગુમ થઈ ગયા હતા, અને લાંબી શોધખોળ બાદ તેમના અનુયાયીઓને તેઓ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા હતા.
હરિહરાનંદ તેમજ તેમના અનુયાયીઓનો દાવો છે કે ભારતી બાપુ દ્વારા કરવામાં આવેલા વિલમાં તેમને ઉત્તરાધિકારી બનાવવા કહેવાયું હતું, તેમજ વસિયતનામામાં ઋષિ ભારતીનો કોઈ ઉલ્લેખ જ નથી. તો બીજી તરફ, ઋષિ ભારતીએ એક હસ્તલિખિત વસિયતનામું જાહેર કરી પોતે ભારતી બાપુના ઉત્તરાધિકારી છે તેવો દાવો કર્યો હતો.
વડોદરાથી આજે અમદાવાદ આવેલા યદુનંદસ્વામીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ મામલે તુરંત હ્લૈંઇ દાખલ થાય તે માટે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
ઋષિ ભારતી પર હરિહરાનંદબાપુ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ મૂકતા યદુનંદસ્વામીએ એમ પણ કહ્યું હતું કે આ સમગ્ર કાવતરું તેમને બદનામ કરવા માટે રચવામાં આવ્યું હતું અને ખોટા તેમજ તથ્યવિહોણા આરોપ મૂકવામાં આવ્યા હતા. મોટાબાપુ બ્રહ્મલિન થયા ત્યારથી જ હરિહરાનંદ બાપુને આશ્રમમાંથી કાઢવા પેંતરા અજમાવાઈ રહ્યા હોવાનું પણ યદુનંદસ્વામીએ કહ્યું હતું.
યદુનંદસ્વામીએ એમ પણ જણાવ્યું હતું કે તેમની પાસે ઓરિજિનલ વિલની નકલ પણ છે, તેમજ ફ્રીઝ કરવામાં આવેલા બેંક અકાઉન્ટની પણ વિગતો છે. તમામ આશ્રમનો હક્ક ટ્રસ્ટ મંડળ પાસે છે, અને કોઈપણ ર્નિણય લેવાની સત્તા તેની પાસે જ છે તેવું પણ યદુનંદ સ્વામીએ કહ્યું હતું.
ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી થોડા દિવસો પહેલા વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રહસ્યમય રીતે ગુમ થયા હતા. ચારેક દિવસની શોધખોળ બાદ તેમના અનુયાયીઓએ જ તેમને નાશિકમાંથી શોધી કાઢ્યા હતા, અને ત્યારબાદ તેમને વડોદરા પરત લવાયા હતા તેમજ ત્યાંથી પછી જૂનાગઢ લઈ જવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતી આશ્રમના ભારતી બાપુ બ્રહ્મલિન થયા ત્યારે મુખ્ય ગાદીપતિ તરીકે હરિહરનંદ ભારતીની નિયુક્તિ સાથે જ વિવાદ શરુ થયો હતો. ૫૦૦ કરોડની મિલકતના આ વિવાદમાં વડોદરા પોલીસ સમક્ષ હરિહરાનંદ સ્વામીએ એવું નિવેદન આપ્યું હતું કે ભારતી બાપુના વિલમાં તેમને વારસદાર બનાવાયા છે, પરંતુ ઋષિ ભારતી બાપુ તરફથી ત્રાસ અપાતા તેઓ કંટાળીને ચાલ્યા ગયા હતા.
જાેકે, બીજી તરફ ઋષિ ભારતીનો એવો દાવો છે કે ભારતી બાપુએ હાથેથી લખેલા વિલમાં તેમને વારસદાર બનાવવા જણાવ્યું હતું. ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના ગુજરાતમાં ચાર આશ્રમ આવેલા છે.SSS