સોજાલી ગામે આવેલી રોજા રોજી દરગાહનો ૫૦૭મો ઉર્ષ ઉજવાશે
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લા ના મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામે આવેલા સૈયદ મુબારક શહીદ (ર.હ)ની દરગાહ જે રોજા રોજીના નામે વિશ્વવિખ્યાત દરગાહના ખાદિમ સુલતાન શાહ દિવાન ના જણાવ્યા અનુસાર કોમી એકતાના પ્રતિક રુપી
આ રોજા રોજીનો ૫૦૭મો વાર્ષિક ઉર્ષ તારીખ ૧૧-૫-૨૦૨૨ના રોજ સંદલની રસમ અને ૧૨-૫-૨૦૨૨ ના રોજ ઉર્ષ તેમજ રાત્રે ૧૦ કલાકે કવ્વાલી નો શાનદાર પ્રોગ્રામ યોજવા મા આવશે જેમ મશહુર ફનકાર અનીશ નવાબ તેમજ ગીતા ચિસ્તી સિરકત ફરમાવશે.
આમ બે દિવસય ઉર્સમા હજારો હિન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુઓ (જાયરીન) હાજરી આપશે આ ઉર્સનુ આયોજન ઉર્ષ કમીટી મહેમુદાબાદ તેમજ વિશેષ સહયોગી દિન – બેદારી મુહિમ ગુર્પ દ્વારા કરવામાં આવશે.