ભૂખ સંતોષવા માટે નરાધમે ૮ વર્ષની બાળકીને ભોગ બનાવી
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારનો બનાવ
નજીકમાં રહેતા યુવકને સગી બહેન ના હોવાથી મહિલાએ તેને ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને રાખડી બાંધતી હતી
અમદાવાદ,અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં હવસની ભૂખ સંતોષવા માટે નરાધમે આંઠ વર્ષની બાળકીને ભોગ બનાવી છે. અને બાળકી તેની કરતૂતોનો પર્દાફાશ ના કરે તે માટે આરોપી તેના નાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. જાે કે બાળકીની હિંમતે તેની સાથે ગંભીર બનાવ બનતા અટક્યો છે અને આરોપી પોલીસ સકાંજામાં આવી ગયો છે.
અમરાઈવાડી વિસ્તારમાં એક મહિલા તેના પતિ અને બાળકો સાથે રહે છે. તેની નજીકમાં રહેતા એક યુવકને સગી બહેન ના હોવાથી મહિલાએ તેને ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને તેને રાખડી બાંધતી હતી. જાે કે મહિલા ૭ મે નારોજ બપોરે નોકરીથી પરત આવી ત્યારે તેની આઠ વર્ષની બાળકીએ કહ્યું હતું કે, મામાને ઘરે આવવા ના દેતા. તે મને મોબાઈલમાં પિકચર બતાવે છે. જે મને ગમતું નથી.
જાે કે આરોપી બાળકોને મોબાઈલમાં કાર્ટૂન બતાવતો હશે તેમ માની મહિલા પરત નોકરીએ જતી રહી હતી. સાંજે સાતેક વાગે જ્યારે મહિલા પરત ફરી હતી ત્યારે તેની દીકરી ગભરાયેલી હાલતમાં જાેવા મળી હતી. મહિલાએ તેને ફોસલાવી પૂછતા ત્યાં કહ્યું હતું કે તેઓ જ્યારે ઘરે ન હોય ત્યારે આરોપી તેમના ઘરે આવે છે અને મોબાઇલમાં ગંદા પિક્ચર બતાવે છે. અને છેલ્લા બે ત્રણ મહિનાથી તે આવું કરે છે.
એટલું જ નહીં ક્યારેક કપડાં ઉતારીને શારીરિક અડપલાં પણ કરે છે. અને જાે બાળકી બૂમ પાડવા જાય તો તેનું મોઢું દબાવીને જાે આ બાબતની જાણ કોઈને કરશે તો તેના નાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. જેથી બાળકીએ આ બાબતની જાણ કોઈને કરી ના હતી. જાે કે મહિલાએ આ બાબતની હકીકતની ખરાઈ કરવા માટે આરોપીને તેના ઘરે બોલાવ્યો હતો. જ્યાં કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ સમગ્ર બાબતની કબૂલાત કરી હતી. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.SSS