બાયડના અરજદારને સાંભળ્યા સિવાય મનાઈહુકમ આપી દેવાતાં કાર્યકરની નારાજગી આવી સામે
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ સરકારી પડતર જમીન મિલકત નંબર એક ઓબ્લીક 187 અને એક ઓબ્લીક ૧૮૮ બંને મિલકતો વાળી જમીન સને 1951 અને 1952 ની આસપાસ જીતપુર ગ્રુપ ગામ પંચાયત એ 99 વર્ષના ભાડાપટ્ટે આધારે વાપરવા હેતુ માટે મૂળ માલિકને આપવામાં આવી હતી અને તે પણ જમીન મહેસુલ નીતિ નિયમો પ્રમાણે જોગવાઈઓ કાયદાકીય કરાર આધારીત આ આ બંને મિલ્કતો વાળી જમીન આપવામાં આવી હતી.
પરંતુ આ બંને મિલકતો વાળી જમીન શાહ અરવિંદભાઈ ચીમનભાઈ ના નામે કયા કયા આધાર પુરાવા જેવા કે સણંદ અને પરવાનો રજૂ કરવામાં આવ્યા અને કયા વર્ષમાં કઈ તારીખે અને કયા પ્રોસેસિંગ ઠરાવ નંબર આધારે જીતપુર ગ્રુપ ગામ પંચાયતમાં સર્વાનુમતે ફેરફાર પકડવામાં આવ્યો અને તેમના નામે કરવામાં આવી અને આ બંને મિલકતો વાળી જમીન તારીખ 9 5 2014 ના રોજ વેચાણ રજીસ્ટર દસ્તાવેજ આધારે આ બંને મિલકતો વાળી જમીન અન્ય ઈસમને વેચાણ કરી આપવામાં આવી છે.
આ બંને મિલકતો વાળી જમીન શાહ અરવિંદભાઈ ચીમનભાઈના નામેથી કમી કરી કયા અગત્યના આધાર પુરાવા રજુ કરેલ છે કયા વર્ષમાં કઈ તારીખે જીતપુર ગ્રુપ ગામ પંચાયતમાં કયા નંબરથી પ્રોસેસિંગ ઠરાવ મૂકી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો અને નમૂના નંબર-8 અને નમૂના નંબર 2 માં કેવી રીતે ફેરફાર પકડવામાં આવ્યો આ બંને મિલકતો વાળી જમીન જીતપુર ગામના બજારમાં અને જાહેર રસ્તાને અડીને આવેલ બંને મિલકત વાળી જમીન ઉપર પાકુ નડતરરૂપ અડચણરૂપ આધાર પુરાવા વિનાનું અને વેચાણ દસ્તાવેજમાં જણાવેલ માપ અંતર કરતાં વધુ ભાગમાં દબાણ કરવામાં આવેલ છે.
આ દબાણ બાબતે જાગૃત નાગરિક અરજદાર તરફથી તારીખ 18 1 2020 થી જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા પંચાયત કચેરી બાયડ અને જિલ્લા પંચાયત કચેરી અરવલ્લી મોડાસાની ઘણી બધી મૌખિક તેમજ લેખિત ઢગલાબંધ ફરિયાદો રાજ્ય સરકારશ્રીને અને મહેસુલ મંત્રીને પણ રજૂઆતો કરવામાં આવેલ હતી પરંતુ નડતરરૂપ અડચણ રૂપ વાળું દબાણ દૂર કરવાની જગ્યાએ જિલ્લા પંચાયત કચેરી મોડાસા ની અપીલ સમિતિ દ્વારા તારીખ 18 8 2020 ના રોજ કામચલાઉ મનાઇ હુકમ આપવામાં આવેલ હતો અને જીતપુર ગામના અરજદારો બાબરભાઈ પટેલ વિગેરે તરફથી તારીખ 17 આઠ 2020 ના રોજ લેખિત વાંધો રજૂ કરેલ હતું.
અને તારીખ 18 8 2020 ના રોજ 9:00 કલાકે જિલ્લા પંચાયત કચેરી મોડાસાની અપીલ સમિતિને મેલ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવેલ હતી છતાં કાયદાકીય વિરુદ્ધ ગેરબંધારણીય અરજદારને સાંભળવાની તક આપ્યા વિના દબાણદારને એકતરફી કામચલાઉ મનાઇ હુકમ દબાણ દૂર ન કરવા બાબતે મનાઈ હુકમ આપવામાં આવેલ હતો જે લેખિત ફરિયાદોને બે વર્ષથી અઢી વર્ષ નો સમયગાળો થવાથી છતાં પગલા ના ભરવામાં આવતા જીતપુરના સામાજિક કાર્યકર અને રાજકીય આગેવાન બાબરભાઈ મથુરભાઈ પટેલે ભાજપ શાસિત અરવલ્લી જીલ્લા પંચાયતના વહીવટ અને શાશન સામે નારાજગી દર્શાવી રાજકીય હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દેતાં બાયડ તાલુકાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
દિલીપ પુરોહિત. બાયડ